ભોરિયા ગામની સીમમાં 59 વર્ષીય મહિલા ટેમ્પામાંથી નીચે ફંગોળાઇ જતા કમકમાટી ભર્યું મોત.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અંબિકા તાલુકાના વલવાડા ગામે ભગત ફળીયા માં રહેતી હેમલતા કમલેશ પટેલ (ઉ.વ.59) નામની મહિલા મજૂરી કામ કરી આજીવિકા રળતી હતી.ગત રોજ તા.10મી ડિસેમ્બરના રોજ ભોરિયા ગામે ગીંગોદવલ્લી ફળીયા માં મજૂરી કામે ગઈ હતી.ત્યાંથી કામગીરી પતાવી અન્ય ત્રણ મહિલાઓ સાથે મહિન્દ્રા જીતો ટેમ્પો નં. (GJ-29-X-9208) માં પાછળ બેસી તેઓ ભોરિયા ગામની સીમ માંથી અન્ય સ્થળે મજૂરી કામ માટે જઈ રહી હતી તેવા સાંજના સમયે ભોરિયા ગામના સાંબા ગામ તરફ જતા માર્ગ ઉપર ના પાદર ફળીયા નજીક પૂર ઝડપે ચાલતા ટેમ્પો માંથી હેમલતાબેન પટેલ ઉછળી ને ટેમ્પો બહાર ફંગોળાતા ટેમ્પો ના પાછળ ન ભાગે અથડાઈ જમીન ઉપર પટકાઈ હતી.શરીર અને માથા ના ભાગે ગંભીર ઇજાઓ સાથે તેને સારવાર માટે લઈ જવાઈ હતી. જ્યાં પ્રાથમિક તપાસ દરમ્યાન ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. મહુવા પોલીસ મથક દ્વારા મૃતક ના પુત્ર ની ફરિયાદ આધારે વધુ કાર્યવાહી કરી અકસ્માત બાદ ટેમ્પો છોડી ભાગી છૂટેલા ચાલકની પોલીસે શોધખોળ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.





