મહુવા સુગર ફેકટરીમાં લોકલ ક્રાઈસીસ ગ્રૂપ-3 દ્વારા 30 મિનિટફાયર ઓફસાઈટ મોકડ્રિલ.

SHARE:

મહુવા સુગર ફેકટરીમાં લોકલ ક્રાઈસીસ ગ્રૂપ-3 દ્વારા 30 મિનિટફાયર ઓફસાઈટ મોકડ્રિલ.

 

 

સુરત,અંબિકા:-સુરત જિલ્લાના બારડોલી, મહુવા અને મઢી ઈન્ડસ્ટ્રીયલ પોકેટનો સમાવેશ કરતા લોકલ ક્રાઈસીસ ગ્રુપ-3 દ્વારા શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બામણીયા ખાતે તા. 05/12/2025ને શુક્રવારના રોજ સવારે ફાયર ઓફસાઈટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
​આ મોકડ્રીલમાં ઇથેનોલ ભરેલા ટેન્કર અને શેરડી ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત થવાના દૃશ્ય પર આધારિત હતી. બ્રેક ફેલ થતાં અકસ્માત થયો, જેના કારણે ટેન્કરમાંથી ઈથેનોલ લીકેજ થયું અને મેઈન્ટેનન્સ દરમિયાન સ્પાર્ક થવાથી મોટી આગ લાગી. શરૂઆતમાં ફેકટરીની ફાયર ટીમે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિસ્થિતિ બેકાબૂ બનતાં ઓફસાઈટ ઈમરજન્સી જાહેર કરવામાં આવી અને લોકલ ક્રાઈસીસ ગ્રુપને મદદ માટે બોલાવાયા.
​તુરંત જ ફાયર વિભાગ બારડોલી, પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ વિભાગ મહુવા, ફેકટરી ઈન્સ્પેકટર, મેડીકલ ટીમો એમ્બ્યુલન્સ સાથે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સહિતની તમામ સરકારી એજન્સીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. સૌના સંયુક્ત અને સંકલિત પ્રયાસોથી આગને સફળતાપૂર્વક કાબૂમાં લેવામાં આવી હતી.
​સવારે 10:15 કલાકે શરૂ થયેલી આ મોકડ્રીલ માત્ર 30 મિનિટમાં એટલે કે 10:45 કલાકે શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી. મહુવા સુગરના મેનેજીંગ ડીરેકટર ભાનેશભાઈ બી. પટેલ સહિત સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ કવાયત સફળ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!