મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કેમ્પોની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારઘીએ લિંબાયત અને ઉધના ખાતે મતદાન મથકોની મુલાકાત લીધી
રવિવારે પણ નજીકના મતદાન કેન્દ્રો ખાતે બીએલઓ હાજર રહી ફોર્મ સ્વીકારશેઃ
સુરત શહેર સહિત જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ૨૦૨૬ અંતર્ગત સુરતના વિવિધ વિસ્તારોમાં આજે યોજાયેલા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કેમ્પમાં મતદારોની મોટી સંખ્યામાં ભાગ લઈ ફોર્મ જમા કરાવી જરૂરી કાર્ય પૂર્ણ કરી લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી દર્શાવી હતી.
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.સૌરભ
પારધીએ સુરતના ૧૬૩-લિંબાયત વિધાનસભા અને ૧૬૪-ઉધના વિધાનસભાના મતદાન મથકોની મુલાકાત લઈ બીએલઓશ્રી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે રવિવારે પણ કેમ્પમાં મતદારોને સહભાગી થવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.





