બુધલેશ્વર ગામની સીમમાંથી મહુવા પોલીસે કુલ્લે 27.42 લાખના મુદ્દામાલ સાથે આ શું પકડયું….?

SHARE:

બુધલેશ્વર ગામની સીમમાંથી મહુવા પોલીસે કુલ્લે 27.42 લાખના મુદ્દામાલ સાથે આ શું પકડયું….?

મહુવા તાલુકાના બુધલેશ્વર ગામની સીમમાંથી પસાર થતા મહુવા નવસારી રોડ પરથી મહુવા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી બે પીકઅપના ચોરખાનામા સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે 16.26 લાખનો વિદેશી દારૂ અને બે પિકઅપ કિંમત રૂ.11 લાખ અને બે મોબાઈલ મળી કુલ્લે 27.42 લાખનો મુદ્દામાલ ઝડપી બે ની ધરપકડ કરી હતી જયારે એક ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના બુધલેશ્વર ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલ પીક અપ પસાર થનાર હોવાની બાતમી મહુવા પોલીસને મળી હતી.જે બાતમી આધારે મહુવા પોલીસે મહુવા નવસારી રોડ પર બુધલેશ્વર ગામની સીમમાં વોચ ગોઠવી બેઠા હતા.તે દરમિયાન બાતમી વાળો પીક અપ ટેમ્પો (GJ-21-Y-7263) અને (GJ-21-Y-8033) આવતા પોલીસે અટકાવી અંદર તલાસી લેતા ટેમ્પામાં બનાવેલ ચોરખાનામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે બે પિકઅપ ટેમ્પામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 5184 નંગ બોટલ કિંમત રૂ.16,29,600/- તથા બે પિકઅપ કિંમત રૂ.11,00,000/- તથા બે મોબાઈલ કિંમત રૂ.13,000 મળી કુલ્લે 27,42,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રવિણભાઈ રામરાવ રાઠોડ (રહે-વસઈ,જી-પાલઘર,મહારાષ્ટ્ર) અને તુષારભાઈ સુનિલભાઈ દેવલી (રહે-સાંતાક્રુઝ,મુંબઈ, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી જ્યારે સેલવાસના વિજય શેઠને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!