આયુષ્માન આરોગ્ય મંદિર વહેવલ ખાતે હેલ્થ કેમ્પનું સફળ આયોજન…

SHARE:

આયુષ્માન આરોગ્ય મંદિર વહેવલ ખાતે હેલ્થ કેમ્પનું સફળ આયોજન…

આપડા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીશ્રીના હાલના સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત તા.૨૪/૦૯/૨૦૨૫,બુધવારના દિને વહેવલ ગામમાં વહેવલ-૨ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે કાર્યક્રમમાં વહેવલના તાલુકા પંચાયત સભ્યશ્રી વિક્રમભાઈ બી. પટેલ, સરપંચશ્રી સંજયભાઈ ડી. પટેલ, મેડિકલ ઓફિસર ડૉ નેન્સી બી.સીરોયા, ડૉ ભાવિન એ.પટેલ વગેરે મહાનુભાવો, આરોગ્ય અને આંગણવાડી સ્ટાફ તથા વહેવલના ગ્રામજનો ઉપસ્થિત રહેલ છે.
જે અંતર્ગત બધી મહિલાઓ માટે તબીબી તપાસ અને આરોગ્ય સેવાઓ, માતૃત્વ અને બાળ સુરક્ષા કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, આયુષ્માન વય વંદના કાર્ડ, સિકલસેલ, ન્યુટ્રિશન ટ્રેકર વગેરે પોર્ટલની નોંધણી અને સેવાઓ તેમજ સ્વસ્થ જીવનશૈલી અને ફિટનેસ ધોરણો જાળવણી માટે ખાંડ અને ખાદ્યતેલના ઉપયોગમાં ૧૦% ઘટાડા સાથે સ્થાનિક અને પ્રાદેશિક ખોરાકને પ્રોત્સાહન આપવું, પ્રારંભિક બાળપણ સંભાળ અને બાળકોનું આહાર વર્તન,માસિક સ્ત્રાવ સ્વચ્છતા પ્રોત્સાહન વગેરે મુદ્દાઓની પ્રવૃતિઓ સાથે ટેક હોમ રાશન(THT) નું વિતરણ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!