“જિલ્લા કક્ષા જનરલ યોગાસન તાલીમ, અને યુવક નેતૃત્વ તથા વિકસિત ભારત-યુવા કનેક્ટ પ્રોગ્રામની શિબિર માટે અરજીઓ કરવા અનુરોધ”
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સુરત દ્વારા જનરલ જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે દરેક જિલ્લામાં જિલ્લા કક્ષા જનરલ યોગાસન તાલીમ શિબિર અને જિલ્લા કક્ષા જનરલ યુવક નેતુત્વ તાલીમ શિબિર તથા વિકસિત ભારત-યુવા કનેક્ટ પ્રોગ્રામની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટેની તજજ્ઞો દ્વારા નેતૃત્વ અંગેના ગુણોનો વિકાસ, તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા માટે વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે, તથા યુવાનોના શારીરિક વિકાસ માટે યોગચાર્યો દ્વારા યોગના વિવિધ આસનોની તાલીમ આપવામાં આવનાર છે. આ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે ઇચ્છિત જનરલ જાતિના યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂની સિવિલ કોર્ટ બિલ્ડીગ પહેલો માળ,બહુમાળી ભવન,નાનપુરા સુરત ખાતેથી નિયત નમૂનાનું અરજીફોર્મ મેળવી તા.૧૫/૦૯/૨૦૨૫ સુધીમાં કચેરીને મળે તે રીતના મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.





