મહુવા તાલુકાના અલગટ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ.

SHARE:

મહુવા તાલુકાના અલગટ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ
સુરતના મહુવા તાલુકામાં આવેલા અલગટ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ વિષય પર તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં તેઓને પારંપરિક ગૌ આધારિત થતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ, મહત્વ અને ફાયદા વિષે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી. BTM સંતોષભાઈ અને એ TPM ત્વિશા પટેલે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને મળતા પ્રોત્સાહનના ભાગરૂપે અમલી વિવિધ સહાયકારી યોજનાઓ અને તેનાથી ખેડૂતોને થતા આર્થિક લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું. અને ખેડૂતોને પર્યાવરણ તેમજ સજીવ જીવન માટે હાનીકારક રસાયણિક ખેતી છોડી ગૌ આધારિત ખેતી કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!