Traffic Tail

અલગટ ગામે જમીનની તકરારમાં એક જ ફળિયાના બે પરિવારો વચ્ચે જીવલેણ કોશિશ આખરે મહુવા પોલીસે કંઈક આવું કર્યું.

SHARE:

અલગટ ગામે જમીનની તકરારમાં એક જ ફળિયાના બે પરિવારો વચ્ચે જીવલેણ કોશિશ આખરે મહુવા પોલીસે કંઈક આવું કર્યું…

મહુવા પોલીસ મથકે ઉપેન્દ્ર ગુણવંત ચૌધરી રહે. બાવડી ફળિયા, અલગટ, તા- મહુવા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ મુજબ અલગટ ગામે આવેલ બ્લોક નં. 333ની 45 ગૂંઠા ખેતીની જમીનનો કબ્જો ધારણ કર્તા ઉપેન્દ્ર ચૌધરી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઉપરોક્ત જમીન વારસાગત મળેલી હોય આ બાબતનો બારડોલી પ્રાંત કચેરીમાં કેસ દાખલ કરાયો હતો. બે દિવસ પહેલા ઉપેન્દ્ર ચૌધરીની તરફેણમાં કેસનો ચુકાદો આવ્યો હતો. આ બાબતની અદાવત રાખી અલગટના બાવડી ફળિયામાં જ રહેતા ચેતન ડાહ્યા ચૌધરીએ રાત્રીના સમયે ઉપેન્દ્ર ચૌધરીના ઘરની પાછળ આવી ઘરની બહાર નીકળો, આજે તમને જાનથી મારી નાખીશ મુજબ બુમો પાડી પોતાના હાથમાં દાંતરડું લઈને દરવાજાને ધક્કો મારી ઘરમાં પ્રવેશવાની કોશિષ કરી હતી. ઉપેન્દ્રના પિતાએ તેને ધક્કો મારી દરવાજા બહાર કાઢતા તે બહાર પડી ગયો હતો. બુમાબુમ કરતા તેના સબંધીઓ હેતલ જગુ ચૌધરી તથા મિતેષ જગુ ચૌધરી આવી પહોંચ્યા હતા. તેઓએ પાછા ફરી ગુણવંત ચૌધરીને ખેંચીને ઢીક મુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. નાલાયક પ્રકારની ગાળો આપી ગુણવંત ચૌધરીને લાકડી મારી જાનલેવા ધમકીઓ આપી હતી. આ અગાઉ જમીન બાબતની તકરારમાં તેઓ વચ્ચે સમાધાન પણ થયું હતું. આ દરમિયાન ફળિયાના લોકો ભેગા થઈ જતા ચેતલ, હેતલ અને નિતેષ નાસી છૂટ્યા હતા. ઇજા પામતા સારવાર લઈ પોતાના પિતા સાથે મહુવા પોલીસ મથકે જઈ તેના પુત્ર ઉપેન્દ્ર ચૌધરીએ ફરિયાદ આપતા પોલીસે ચેતન ચૌધરી, હેતલ ચૌધરી તથા નિતેષ ચૌધરી વિરુદ્ધ બી.એન.એસ કલમ 115 ( 2 ), 352, 351 ( 3 ) ધારા 54 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.

બીજી તરફ ચેતન ડાહ્યા ચૌધરીએ ગુણવંત છોટુ ચૌધરી, ઉપેન્દ્ર ચૌધરી તથા ઇલા ઉપેન્દ્ર ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેને પગમાં વા ની બીમારી હોય તેને ચાલવાની તકલીફ પડતી હતી. ઉપેન્દ્રની પત્ની ઇલા તેની મશ્કરી કરતા ચાલવાની નકલ કરી હાસી ઉડાવતી હતી. ચેતને તેને તારા પુત્રનો હાથ સારો કર મુજબ ટકોર કરતા ઇલાએ ગાળગલોચ કરી તેને ઢીક મુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેના પતિ ઉપેન્દ્રએ લોખંડનો સળિયો ઉગામી ચેતનના માથામાં માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સારવાર દરમિયાન ચેતનને માથામાં 3 ટાંકા આવ્યા હતા. ચેતન ચૌધરીએ મહુવા પોલીસ મથકે ગુણવંત ચૌધરી, તેના પુત્ર ઉપેન્દ્ર તથા પુત્રવધુ ઇલા વિરુદ્ધ બી.એન.એસ કલમ 115 ( 2 ), 118 ( 1 ), 352 , 351 તથા 54 મુજબ ફરિયાદ આપતા મહુવા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી હતી. એક જ ફળિયામાં રહેતા બે પરિવારો સામસામે બાખડતા અલગટ ગામમા ભારે ચર્ચાઓ ઉઠવા પામી હતી.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!