ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ના પગલે અંબિકા નદીમાં ઘોડાપુર.
મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકામાં ઘોડાપુર ની સ્થિતિ સર્જાઈ છે.ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદ ના પગલે અંબિકા નદીના જળ સ્તર માં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે ઉમરા ખાતે આવેલ અંબિકા નદી પરનો ઐતિહાસિક મધર ઇન્ડીયા ડેમ પણ સોળેકળા એ ખીલી ઉઠ્યો હતો.હાલ તો અંબિકા નદી બન્ને કાઠે વહી રહી છે અને પાણીની આવકમાં વધારો જોવા મળતા તેમજ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ 77 એમ.એમ.પડતા આવનારા સમયમાં નવસારી જિલ્લાના બીલીમોરા,ગણદેવી તેમજ નીચાણવાળા વિસ્તારો અસરગ્રસ્ત થવાની સંભાવના સાથે સ્થિતિ બગડી શકે છે.ત્યારે હાલતો અંબિકા નદી ભારે ઉફાન સાથે બન્ને કાઠે વહી રહી છે.





