Traffic Tail

સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

SHARE:

સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી
સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજુ થયેલા પ્રશ્નોનો સત્વરે યોગ્ય ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદશ્રી મુકેશભાઇ દલાલ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ ઘોઘારી સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાએ કતારગામ વિસ્તારમાં સૂચિત થયેલ સોસાયટીઓની મંજુરી પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે રજૂઆત કરતાં, નાયબ કલેકટર જમીન સુધારણાએ જણાવ્યું હતું કે, સાત અરજીઓ મંજુર થઇ છે અને અન્ય અરજીઓ પ્રક્રિયા હેઠળ છે. જિલ્લા વિકાસ અધિકારીએ અરજીઓનું એનાલીસીસ કરી, મામલતદાર, સોસાયટીના પ્રમુખો સાથે બેઠક કરી ઝડપથી નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
ગુજરાત ગેસના સેન્ટર અંગેના વિભાજન સાથે તેમજ સ્ટાફ વધારવા રજુઆત સંદર્ભે ગુજરાત ગેસ કંપનીના અધિકારીએ ટુંક સમયમાં બીજા સેન્ટરો શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ધારાસભ્યશ્રી અરવિંદ રાણાએ અશાંતધારા કાયદાનો કડક અમલ કરવાની રજુઆત કરી હતી.
ઉધના વિધાનસભાના ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલે સરકારશ્રી દ્વારા આવાસ ફાળવવામાં આવ્યા છે. જે સાત-આઠ વર્ષથી પછી વેચાણથી અન્ય વ્યક્તિઓને આપ્યા છે. પણ લાઈટબીલ અને વેરાબીલના નામ ફેરબદલ કરવા બાબત અંગેની રજૂઆત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ સુરત મહાનગરપાલિકાના સબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને ઝડપથી યોગ્ય નિકાલ લાવવા સૂચના આપી હતી.
ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાએ બારડોલી-અનાવલ ફોરલેન જમીન સંપાદન, મંજૂર અને વલવાડા બ્રીજની રજુઆત કરી હતી.
સંકલન બેઠક ભાગ-૨માં જિલ્લા વિકાસ અધિકારીએ સ્વાગત ઓનલાઇનમાં રજુ થતાં પ્રશ્નો, સી.એમ.ડેસ્કબોર્ડ પર વિકાસને લગતી બાબતોને ગંભીરતા લઇ, સત્વરે જવાબ કરી ઓનલાઇન કરવા તેમજ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યના પ્રશ્નનો તાકીદે યોગ્ય નિરાકરણ સુચના આપી હતી.
સંકલન બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર વિજય રબારીએ કર્યું હતું. વિવિધ વિભાગના અધિકારીઓ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!