સરકારી બી. એડ કોલેજ-કાછલ ખાતે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો:
મહુવા તાલુકાની સરકારી બી. એડ કોલેજ-કાછલ ખાતે તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય ટ્રેનરશ્રી પિંકલ પટેલે તાલીમાર્થીઓ માટે પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ, વિવિધ રમતો અને સમૂહ ચર્ચાઓ દ્વારા આવડત અને રોજગારક્ષમતા વધે તેવા વિવિધ કૌશલ્યોની અસરકારક તાલીમ આપી હતી. તાલીમાર્થીઓના વ્યાવસાયિક વિકાસ માટે ઉપયોગી તાલીમમાં ભાવિ શિક્ષકોને સ્વજાગૃતિ, સ્વવિકાસ, વ્યવસાયિક ધ્યેયો, ઈન્ટરવ્યુ સ્કિલ્સ, સમય વ્યવસ્થાપન, નેતૃત્વ ક્ષમતા, ટીમ વર્ક, સમસ્યા ઉકેલ ક્ષમતા તથા સર્જનાત્મક વિચાર શક્તિ જેવા પાસાઓ અંગે પ્રશિક્ષિત કરાયા હતા.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. ભાવેશ ઠક્કર, કોઓર્ડિનેટર ડૉ. નીરજ રાજ્યગુરુ સહિત કોલેજના કર્મચારી/અધિકારીઓ અને તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.






