Traffic Tail

મહુવા તાલુકામાં ભૂંડ બન્યા આક્રમક ખેતીના પાકને કર્યું મસમોટું નુકશાન…

SHARE:

મહુવા તાલુકામાં ભૂંડ બન્યા આક્રમક ખેતીના પાકને કર્યું મસમોટું નુકશાન…

હાલ ખેતરમાં ખેડૂતોની મહા મહેનતે તૈયાર કરેલ પાક લહેરાઈ રહ્યો છે.આ તૈયાર કિંમતી પાક બચાવવા માટે ખેડૂતો તમામ પ્રયત્ન કરી રહ્યા છે.કિંમતી દવાનો છટકાવ કરી કીટકોનો નાસ કરી પાકને ખેડૂતો બચાવી રહ્યા છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ખેતરમાં ઉભો પાકને જંગલી ભૂંડો નુકશાન પોન્હચાડી રહ્યા છે જેને લઈ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને ચીંતાતુર બની ગયા છે.હાલ જંગલી ભૂંડોનુ ટોળુ ખેતરના પાકને ભારે નુકસાની પોન્હચાડી રહ્યા છે.મહુવા તાલુકાના ખરવાણ ગામના ખેડૂત તુષારભાઈ જગદીશભાઈ પટેલના ખેતરમાં તૈયાર ઉભો શેરડીના પાકમાં ભૂંડોનુ ટોળુ ઘુંસી ખેતરમાં ઉભો 4 વીંઘા જેટલો શેરડીના પાકને મોટી નુકશાની પોન્હચાડી છે.જેને લઈ હાલ ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.ખરવાણ ઉપરાંત મહુવા તાલુકાના બીજા ઘણા ગામોમાં પણ ભૂંડોનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે.ઘણા ખેડૂતો ભૂંડોને ભગાવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ ભૂંડો એક ખેતરમાંથી બીજા ખેતરમાં દોડાદોડ કરી ખેતરના પાકને નુકસાની પોન્હચાડિ રહ્યા છે. ખેડૂતો દ્વારા ખેતરની પાળે બોમ ફોડી ખેતરમાંથી ભૂંડોને ભગાડી રહ્યા છે.તો ખેતરની પાળે ઘણા ખેડૂતો દ્વારા ભૂંડને ભગાવવા ઝટકા મશીન પણ મુકવામાં આવી રહ્યા છે.હાલ ભૂંડોના આંતકને લઈ ખેડૂતોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બોક્સ :————–

ખરવાણ ગામે મારા ચાર વીંઘા ખેતરમાં તૈયાર ઉભો શેરડીના પાકમા ભૂંડના ટોળાએ ઘુંસી મોટુ નુકશાન કર્યુ છે.જેને લઈ આ વર્ષે શેરડીનો પાક ઓછો ઉતરશે.અને મારે મોટી નુકશાની વેઠવાની નોબત આવશે.ખેડૂતની મહેનત ખાતર,દવા,મજૂરી,બિયારણ અને ખેડના વધેલ ખર્ચા બાદ આવી નુકશાની થી ખેડૂત હતાશ થઈ જાય છે.
– તુષારભાઈ પટેલ (ખેડૂત, ખરવાણ)

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!