લો બોલો હવે મહુવા તાલુકામાં આજ બાકી હતું ટ્રેકટર સહી સલામત અને એન્જીન ચોરાય ગયું….
વાંસકુઈ ગામે ખેતરમાંથી ટ્રેક્ટરનું એન્જીન ચોરાઈ ગયું પોલીસે તપાસ હાથ ધરી.

મહુવા તાલુકા ના બામણીયા ગામે ચાર રસ્તા સામે રહેતા અશ્વિન નાથુ પટેલ નામના ખેડૂત વાંસકુઇ ગામે ગોળીગઢ ફળીયા માં બ્લોક નં .18 મુજબની ખેતી ની જમીન ધરાવે છે. ખેતીકામ માટે તેમણે 2018 ના વર્ષ માં એક મિની ટ્રેક્ટર ખરીદ્યું હતું. પોતાના ખેતર માં કામગીરી પતાવી મોડી સાંજના તેમણે ટ્રેક્ટર ખેતર માં મૂકી તેઓ ઘરે ગયા હતા.બીજા દિવસે સવારે ખેતરે જતા તેમને ટ્રેક્ટર નું એન્જીન ગાયબ જણાયું હતું. તેમણે આશરે રુ.25 હજાર ની કિંમત નો એન્જીન કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરાઈ હોવાની ફરિયાદ કરતા મહુવા પોલીસ દ્વારા તપાસ ચાલુ કરાઈ હોવાનું જાણવા મળે છે.


