Traffic Tail

પરપ્રાંતીય દ્વારા આદિવાસી સમાજની સગીરાની છેડતી કરવાની પડી ભારી સમાજની એકતા સામે આવી.

SHARE:

પરપ્રાંતીય દ્વારા આદિવાસી સમાજની સગીરાની છેડતી કરવાની પડી ભારે સમાજની એકતા સામે આવી.

સુરત,મહુવા:-સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે 12 વર્ષીય સગીરાની પરપ્રાંતિય યુવાને છેડતી કરી હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રાત્રે કરચેલીયા ગામે ભેગા થયા હતા.ઉપસ્થિત ટોળાએ ભેગા મળી પરપ્રાંતીય યુવાન સામે રોષ વ્યકત કરી તેની દુકાનનો કેટલોક સામાન લુંટી,દુકાનનો સામાન સળગાવી દુકાનને પથ્થર મારો કરી મોટુ નુકશાન પહોચાડ્યું હતુ.પોલીસે ટોળાને કાબુમાં લેવાનો પ્રયત્ન કરતા પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી.થોડો સમય માટે કરચેલીયા ગામનુ વાતાવરણ તંગ બની ગયુ હતુ.ઘટનાને પગેલ કરચેલીયા ગામમાં તેમજ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયું હતુ.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કરચેલીયા ગામે 12 વર્ષીય સગીરા શુક્રવારે સવારે રડતા રડતા શાળાએ પહોંચતા શાળાની શિક્ષિકાએ સગીરાને રડવાનું કારણ પુછતા કરચેલીયા બજારમાં રાજ નોવેલ્ટી નામની દુકાન ચલાવનાર પરપ્રાંતિય યુવાન કિશન મારવાડીએ શરીરે અડપલા કર્યા હોવાનુ જણાવતા જ શિક્ષિકાએ ઘટના અંગે ગામના સરપંચને જાણ કરતા સરપંચ દ્વારા ત્વરિત મહુવા પોલીસને ઘટના અંગે જાણ કરતા મહુવા પોલીસ દ્વારા પરપ્રાંતીય યુવાનને મહુવા પોલીસ મથકે લઈ ગઈ હતી.જ્યાં દિવસ દરમિયાન તપાસ અને પૂછતાછ ચાલ્યા બાદ સગીરાના પરિવારજનોએ ઘટના અંગે ફરિયાદ આપવાનું ટાળતા પોલીસે પરપ્રાંતીય યુવાનને સાંજે છોડી મુક્યો હતો.
સગીરાની છેડતી કરનાર પરપ્રાંતિય યુવાનને પોલીસે છોડી મુક્યો હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં કરચેલીયા તેમજ આજુબાજુના ગામના આદિવાસી સમાજના યુવાનો કરચેલીયા ગામે ભેગા થઈ આ ઘટનાનો વિરોધ શરૂ કર્યો હતો.500 થી વધુ વ્યક્તિઓનું ટોળુ ભેગુ થતા ધીરે ધીરે કરચેલીયા ગામનુ વાતાવરણ તંગ બની ગયુ હતુ.અને ટોળાએ સગીરાની છેડતી કરનાર પર પ્રાંતિય યુવાનની દુકાનમાં પથ્થરમારો શરૂ કર્યો હતો.અને કેટલાક યુવાનો દ્વારા દુકાનમાં મુકેલ સામાનની લૂંટ ચલાવી હતી તો કેટલાક દ્વારા દુકાનમાં મુકેલ સામાન બહાર કાઢી સામાનમાં આગ ચાંપી દીધી હતી.ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ રાત્રી દરમિયાન ઘટના સ્થળે દોડી આવી હતી.ટોળાએ પોલીસનો પણ ડર રાખ્યા વિના પોલીસની હાજરીમાં દુકાનમાં પથ્થરમારો કરી સામાનને આગ ચાંપી હતી.ટોળાને અટકાવવા જનાર પોલીસ સાથે પણ ટોળાએ ઝપાઝપી શરૂ કરી દીધી હતી.અને પોલીસ પર પણ પથ્થર મારો કરતા એક પોલીસકર્મીઓ પણ ગંભીર રીતે ઘવાયા હતા.ટોળાને કાબુમાં લેવા કરચેલીયા ગામે જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી હતી.જોકે મોડી સાંજે શારીરિક અડપલાં કરનાર યુવકને પોલિસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!