બાગાયતી પેદાશોની વિદેશમાં નિકાસ કરવા ઈચ્છતા ખેડૂતોએ APEDAની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું જરૂરી
રજિસ્ટ્રેશન માટે જરૂરી પુરાવાઓ સાથે નાયબ બાગાયત કચેરીનો સંપર્ક સાધવા અનુરોધ
સુરત જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા અને પોતાની ગુણવત્તાયુક્ત બાગાયતી પેદાશોની વિદેશમાં નિકાસ કરવા ઈચ્છતા ખેડૂતોએ એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસડ ફૂડ પ્રોડક્ટસ એક્સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (APEDA)ની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. આ માટે ખેડૂતોએ રજિસ્ટ્રેશન ફોર્મ તાજેતરની ૮-અ, ૭ અને ૧૨ નકલ, આધાર કાર્ડ નકલ, ખેતરનો કાચો નકશો અને ફાર્મ ડાયરી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી (સરનામું: નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સુરત “બાગાયત ભવન” ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ, સુરત ફોન નં. ૦૨૬૧-૨૬૫૫૯૪૮) ખાતે રૂબરૂ સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.


