Traffic Tail

મહુવા સુગર ફેકટરીના સભાસદ નું અકસ્માતમાં મોત થતાં ડિરેકટર તુષાર પટેલના હસ્તે 3 લાખનો ચેક અપાયો.

SHARE:

મહુવા સુગર ફેક્ટરીના સભાસદ અને બારતાડ ગામના રહીશનુ અકસ્માતમાં મોત થતા મહુવા સુગરના ઝેરવાવરા ઝોનના ડિરેકટર તુષારભાઈ પટેલ દ્વારા તેમના પરિવારને 3 લાખનો સભાસદ અકસ્માત વીમા પોલિસી અંતર્ગતનો ચેક આપી પરિવારને મદદરૂપ બન્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા સુગરના સભાસદ અને બારતાડ ગામે ખંડાલ ફળિયામાં રેહતા અને પૂર્વ ગ્રામપંચાયત સદસ્ય કિશોરભાઈ લલ્લુભાઈ પટેલ તા-1/05/2023ના રોજ અકસ્માતે તાળના ઝાડ પરથી પડી જતા તેમનુ મોત થયુ હતુ.તેમના અવસાન બાદ પરિવારજનો મુશ્કેલીમા મુકાઈ ગયા હતા.મહુવા સુગર ફેકટરી દ્વારા સભાસદ અકસ્માત વીમા પોલિસી અન્વયે ક્લેમ કરતા વીમા કંપની દ્વારા 3 લાખ ચૂકવતા મહુવા સુગરના ઝેરવાવરા ઝોનના ડિરેક્ટર તુષારભાઈ પટેલ મૃતક સભાસદના ઘરે જઈ તેમના પરિવારને સાંત્વના આપી તેમની પત્નિને 3 લાખ રૂપિયાનો ચેક આપી મૃતક સભાસદના પરિવારને મદદરૂપ બન્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!