Traffic Tail

માંડવી તાલુકાના આમલીડેમ (વેર-૨ ડેમ)માથી ૧૦૦ કયુસેક પાણી છોડવામાં આવનાર હોવાથી હેઠવાસના ગામોને એલર્ટ કરાયા.

SHARE:

સાવચેતીના જરૂરી પગલાઓ લેવા અનુરોધ.
માંડવી તાલુકાના આમલીડેમ (વેર-૨ ડેમ) દરવાજાવાળો ડેમ આવેલો છે. આમલીડેમની પૂર્ણ સપાટી ૧૧૫.૮૦ મીટર છે ચોમાસા દરમ્યાન ડેમનું લેવલ સરકાર દ્વારા નિયત કરેલ રૂરલ લેવલ જાળવવાનું હોય છે. જે મુજબ તા.૧૭/૦૯/૨૦૨૨ ના રોજ ડેમની સપાટી ૧૧૫.૮૦ મીટર રૂરલ લેવલ જાળવવાનું હોય છે.
આજે તા.૧૭/૦૯/૨૦૨૨ ના રોજ ૧૧:૦૦ કલાકે જળાશયની સપાટી ૧૧૫.૭૫ મીટર સુધી પહોંચી છે. કાર્યપાલક ઇજનેરશ્રી, વેર.૨, યોજના વિભાગ, વ્યારાના સંદર્ભ હેઠળના પત્ર અન્વયે ડેમમા તેની કુલ સંગ્રહ શકિતના ૯૯.૧૭ %જથ્થો ભરાયો છે. તથા પાણીનો ઇનફ્લો ૮૦ ક્યુસેકસ નોંધાયેલ છે. જેથી ડેમની હાલની સપાટી હાઇએલર્ટ સ્ટેજના લેવલે પહોંચી છે. હાલમાં આજ તા.૧૭/૦૯/૨૦૨૩ના રોજ જળાશયનું રૂલ લેવલ ૧૧૫.૮૦ મીટર જાળવી રાખવા પુરની પરિસ્થિતી ન સર્જાય તે ધ્યાને લઇ આજે બપોરે ૩.૦૦ વાગ્યાથી આમલી ડેમમાંથી એક ગેટ ૦.૧૦ મીટર (૧૦ સે.મી.) ખોલી ૧૦૦(એકસો) ક્યુસેકસ પાણી છોડવામાં આવનાર છે.
જે ધ્યાને લઈ ડેમમાં હેઠવાસમાં નદી કિનારે આવેલા પૂરથી અસરગ્રસ્ત થાય તેવા માંડવી તાલુકાનાં નીચે દર્શાવેલ ગામનાં નાગરિકોને નદીમાંથી અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર પણ નદી-પટમાં ન લઈ જવા તાકીદ કરવામાં આવી છે. આમલીડેમનાં હેઠવાસના તાલુકાના ગામોમાં જરૂરી સાવચેતીના પગલાં લેવા ધટતી કાર્યવાહી કરવા સંબંધિતને તલાટી કમ મંત્રીશ્રી/સરપંચશ્રીઓ, ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
વેર નદીના તટે આવેલ અસર પામતા ગામો ગંગાપુર
લિમ્કા, બુધા દેવગીરી,દેવગઢ, કોલખડી, માલ્યા, જુનવાણ વિસડાલિયા, ફુલવાડી, અંધારવાડી, ગોડધા,મોરીઠા સાલૈયા, વલારગઢ, કરવલી, ગોડસંબા,કાછીયા બોરી, ગોદાવાડી, ખરેલી, ગવાછી, પીપરીયા,વરેલીને એલર્ટ કરવામાં આવ્યા છે. વધુમાં અતિભારે વરસાદ અને ૧૦૦૦૦ ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવે ત્યારે અંધારવાડી, મોરીઠા, કરવલી, ગોડસંબા,કાછીયાબોરી ગામો વધુ અસરગ્રસ્ત થતા હોવાનુ માંડવી મામલતદાર દ્રારા જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!