મહુવા તાલુકાની સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં સપ્તધારા અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા તેમજ એકપાત્રિય અભિનય સ્પર્ધા તા.૧૪/૦૯/૨૦૨૩ ના રોજ યોજવામાં આવેલ હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂ્ર્વક ભાગ લીધો હતો. વકતૃત્વ સ્પર્ધામાં ટી વાય બી એ ની વિદ્યાર્થીની યાદવ ધરતી પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થઈ હતી. તેમજ એકપાત્રીય અભિનય સ્પર્ધામાં એસ વાય બી એ નો વિદ્યાર્થી પટેલ ધ્રુવ પ્રથમ ક્રમાંકે તેમજ ટી વાય બી એ ની વિદ્યાર્થીની યાદવ ધરતી દ્વિતીય ક્રમાંકે વિજેતા જાહેર થયેલ હતી. નિર્ણાયક તરીકે ની ભૂમિકા કોલેજના પ્રા ડો ધનસુખભાઈ પટેલ તેમજ પ્રા. ડો જ્યોતિબેન પટેલે નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી ડૉ.હેતલ એસ. ટંડેલ મેડમની મંજૂરીથી સપ્તધારા કો-ઓર્ડિનેટર ડૉ.ડી.બી.દેસાઈ દ્વારા કરાવવામાં આવ્યો હતો.


