Traffic Tail

સુરતના બારડોલી તાલુકાના જુનવાણ ગામના યુવાન તુષારભાઈ ઇકો ગાડીની લોન સહાય થકી પગભર બન્યા

SHARE:

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની યોજનામાં ઓછા વ્યાજદરે રૂ.૪.૫૦ લાખની ઇકો ગાડી પર લોન મળતાં આર્થિક પરિસ્થિતિ સુધરી છે

રાજ્ય સરકાર અથાગ પ્રયાસો દ્વારા યુવાધન આગળ વધી દેશ અને સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એના માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવી છે. યુવાનોને નવી ઉડાન શરૂ કરવા માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન થકી ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે,ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના જુનવાણ ગામના યુવાને રૂ.૪.૫૦ લાખની લોન મેળવી ઇકો ગાડીની લઈ પોતે પગભર બન્યા છે.
રાજ્ય સરકારની સહાયથી ઓછા દરે મેળવેલી લોન દ્વારા આજે પોતાના ગાડીના વ્યવસાયને આગળ વધાર્યો છે, જે વિશે જણાવે છે કે, છેલ્લા ૧૦ વર્ષથી ડ્રાઇવિંગનું કામ કરું છું અને મારા માતા-પિતા સાથે અમે પરિવારમાં ૩ સભ્યો છીએ. ધોરણ ૧૦માં નાપાસ થયા બાદ રોજગારી માટે ડ્રાઇવિંગનું કામ શરૂ કર્યું અને ૧૦ વર્ષ સુધી મહિને પગાર પર ડ્રાયવરની નોકરી કરી અને મારુ પોતાનું વાહન લેવાનું સપનું હતું. એક દિવસ ન્યૂઝ પેપર વાંચતાં વાંચતાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાત આવી જેમાં ઓછા વ્યાજે ઇકો ગાડી માટેની લોન સહાય યોજના જોઈ ત્યાર બાદ તપાસ કરીને ઓનલાઈન અરજી કરી હતી અને મને ઇકો ગાડી ખરીદી માટે ઓછા વ્યાજે લોન મળી અને મારા પોતાના વાહનનું સપનું પૂર્ણ થયું છે
વધુમાં તેમણે જણાવ્યું કે, પહેલા બીજાની ગાડી પર ડ્રાઇવિંગ કરતો હતી ત્યારે સમયની મર્યાદા રહેતી ન હતી આજે મારી પાસે પોતાનું વાહન હોવાથી મારી ઈચ્છા મુજબ ફરી શકું છું. આ લોન મળવાથી હું સ્થાનિક ફેરી, સ્કૂલ અને પ્રસંગોમાં ગાડી ફેરવીને સારી એવી આવક મેળવું છું. જેનાથી મારા પરિવારનું ગુજરાન પણ સારી રીતે ચલાવું છું. માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનો આભાર માનું છું તેમજ ગુજરાત સરકારનો પણ આભાર માનું છું, એમ તેમણે ઉમેર્યું હતું.

ધોરણ ૧૦માં નાપાસ હોવા છતાં કઇક કરી છુટવાની અને પોતાનો ગાડીના વ્યવસાયમાં વાહન મેળવવાની અને પોતાના ૧૦ વર્ષના અથાક પરિશ્રમ થકી આજે પોતાનું વાહન મેળવવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે. ત્યારે આજે જુનવાણ ગામનો યુવાન આર્થિક રીતે આત્મનિર્ભર થઈ પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!