મહુવામાં ખળભળાટ: 3 લાખની લેતી-દેતીમાં યુવકને જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી બળજબરીપૂર્વક ટ્રક લૂંટી લીધી!

SHARE:

​મહુવામા ટ્રકના ભાગીદારીના 3 લાખ રૂપિયાની આપ-લે બાબતે યુવકને જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી, ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ટ્રક બળજબરીપૂર્વક પડાવી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે મહુવા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
​સુરત, મહુવા:-પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મહુવા પંથકમાં આવેલ હટવાડા ફળિયામાં રેજતા સંદીપભાઇ મહેશભાઇ ઓડ નાઓએ મહુવા પંથકમાં જ રહેતા તેમના મિત્ર ધૃવ સંજયભાઇ ઢોડીયા પટેલ પાસે ટ્રકના ભાગીદારીના 3 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા.જે પૈસાના મુદ્દે અગાઉ મહુવા કુમાર છાત્રાલય પાસે જાહેર રસ્તા પર સંદીપ ઓડ અને ધ્રુવ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી.જેમાં સંદીપ ઓડનાઓએ ધ્રુવ પટેલને ગાળો આપી, જ્ઞાતિપ્રત્યે અપમાનજનક શબ્દો કહી ધમકી આપી હતી.
​ત્યારબાદ તા.13/10/2026ના રોજ સંદીપ ઓડે સર્વિસ રોડ પર ટ્રક (GJ-26-T-6111) રોકી તેના ડ્રાઇવર કાર્તિક ચૌધરીને ‘હાથ-પગ તોડી નાખીશ’ તેવી ધમકી આપી ડ્રાઇવર પાસેથી ટ્રક બળજબરીપૂર્વક કઢાવી લીધી હતી. આટલું જ નહીં, ફરિયાદી ધૃવે ફોન કરતાં તેને પણ જાતિવાચક શબ્દો કહી “તારાથી થાય તે કરી લેજે, ટ્રક લેવા આવશે તેને પણ મારીશ” તેવી ધમકી આપી હતી.જે ઘટના બાદ ધ્રુવ પટેલે સંદીપ ઓડ વિરુદ્ધ મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા ​પોલીસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સુધારણા અધિનિયમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!