અનાવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ

SHARE:

અનાવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ
13 મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા, સભાસદોની રજૂઆતો સાંભળી યોગ્ય નિકાલની ખાતરી
અનાવલ: અનાવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સભામાં મંડળીના સભાસદોની વિવિધ રજૂઆતો તેમજ આગામી વર્ષના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સભાસદો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો સૂચનોનો યોગ્ય નિકાલ કરવામાં આવશે તેમ મંડળીના પ્રમુખ દ્વારા જણાવાયું હતું.
સભા દરમિયાન કુલ 13 મુદ્દાઓ વાંચનમાં લઈ તેના પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તમામ સભાસદોની રજૂઆતો અને સૂચનો સાંભળવામાં આવ્યા હતા. મંડળીના પ્રમુખે જણાવ્યું હતું કે, મંડળી અંગે કોઈપણ સભાસદને પ્રશ્ન કે રજૂઆત હોય તો તે રજૂઆત સાંભળી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આ પ્રસંગે સુરત સુમુલ ડેરીના ડિરેક્ટર ધનંજય પટેલ સહિત આંગલધારા, કોષ, તરકાણી, ગાંગડીયા સહિતના ગામોના પ્રમુખો, મંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં મંડળીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા બાદ વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!