વહેવલની ઈનાક્ષી પટેલે CSIR NET પરીક્ષામાં દેશભરમાં ૧૨૪મો રેન્ક મેળવ્યો.

SHARE:

વહેવલની ઈનાક્ષી પટેલે CSIR NET પરીક્ષામાં દેશભરમાં ૧૨૪મો રેન્ક મેળવ્યો.

 

અંબિકા તાલુકાના વહેવલ ગામે સુથાર ફળિયામાં રહેતી પ્રતિભાશાળી વિદ્યાર્થીની ઈનાક્ષી મહેશભાઈ પટેલે રાષ્ટ્રીય સ્તરની અત્યંત કઠિન ગણાતી CSIR NET જૂન 2026 પરીક્ષામાં સમગ્ર દેશમાં 124મો રેન્ક મેળવીને વહેવલ ગામ, ગવર્મેન્ટ કોલેજ દમણ અને સમગ્ર દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ પરીક્ષામાં દેશભરમાંથી કૂલ 67,500 થી વધુ પરીક્ષાર્થીઓ બેઠા હતા.
​એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી ઈનાક્ષીએ સાબિત કરી બતાવ્યું છે કે સખત મહેનત અને અડગ સમર્પણ આગળ મોટા શહેરોના કોચિંગ હબ પણ ગૌણ સાબિત થાય છે. સુરત, વડોદરા કે અમદાવાદ જેવા મોટા શહેરોથી દૂર રહીને પણ તેણે આ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે.​ઈનાક્ષીએ ગવર્મેન્ટ કોલેજ, દમણ ખાતેથી બોટની વિષયમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ-ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાનો પાયો મજબૂત કર્યો હતો. ત્યારબાદ તેણે IFAS ઓનલાઈન કોચિંગના માધ્યમથી યોગ્ય માર્ગદર્શન મેળવીને તૈયારી કરી હતી.​ઈનાક્ષીની આ સફળતાથી સમગ્ર વહેવલ ગામ અને તેની કોલેજ પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.ગામજનો અને શિક્ષકો દ્વારા તેને સંશોધન ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે અનેક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!