બામણીયા ગામે ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરતી વખતે કંટ લાગતા 30 વર્ષીય યુવાનનું મોત

SHARE:

બામણીયા ગામે ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરતી વખતે કંટ લાગતા 30 વર્ષીય યુવાનનું મોત

​અનાવલ:
સુરત જિલ્લાના અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બામણીયા ગામ ખાતે ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરતી વખતે વીજ કરંટ લાગવાથી એક 30 વર્ષીય યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે.
​મળતી માહિતી મુજબ,અંબિકા તાલુકાના બામણીયા ગામે આવેલ ચાર રસ્તા પાસે રહેતા રાજ પરેશભાઇ પટેલ (ઉં.વ.30) પોતાના ઘરમાં લોખંડની સીડી ઉપર ચઢીને ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરી રહ્યા હતા. સાંજના સુમારે કામ કરતી વખતે અચાનક જીવંત વીજ વાયર તેમની બંને હાથની કલાઇ પર અડી ગયો હતો.
​ઝટકા સાથે વીજ કરંટ લાગતા જ રાજ પટેલ સીડી પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
​આ બનાવ અંગે વિજયભાઇ અમૃતભાઇ પટેલે અનાવલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અ.મોત મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ ઘટનાની વધુ તપાસ અનાવલ પોલીસ સ્ટેશનના અ.હે.કો કમલેશભાઇ ઝીણાભાઇ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!