કરચેલીયામાં ‘ચંચલ–અમૃત સ્મૃતિ હોલ’નું ભવ્ય લોકાર્પણ —

શ્રી સર્વોદય કેળવણી મંડળ, કરચેલીયા સંચાલિત ભૂ.ભી. સાર્વજનિક હાઈસ્કૂલ, કરચેલીયા, શ્રીમતી એસ.પી.આર. શાહ પ્રાથમિક-માધ્યમિક શાળા, કરચેલીયા–વાંસકુઈ તથા શ્રી લ.સુ. પટેલ કે.જી. વિદ્યાલય, કરચેલીયા ખાતે શિક્ષણક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ અધ્યાયનો પ્રારંભ થયો હતો. સંસ્થાના શૈક્ષણિક કેમ્પસમાં નવનિર્મિત ‘ચંચલ–અમૃત સ્મૃતિ હોલ’નું ભવ્ય લોકાર્પણ સમારંભ આજે ઉત્સાહભેર યોજાયો હતો.
જ્ઞાન, સંસ્કાર, શિક્ષણ અને સમાજસેવાને કેન્દ્રસ્થાને રાખીને કાર્યરત શ્રી સર્વોદય કેળવણી મંડળના આ નવા હોલનું લોકાર્પણ માત્ર એક ઈમારતનું ઉદ્ઘાટન નહીં પરંતુ આવનારી પેઢીના શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સર્વાંગી વિકાસ માટેની એક દૂરંદેશી પહેલ તરીકે જોવામાં આવી હતી
લોકાર્પણ સમારંભમાં ઉદ્ઘાટકશ્રી માન. ડો. શ્રી દિલીપભાઈ શાહ, કરચેલીયા (હાલ U.S.A.), સમારંભ પ્રમુખશ્રી માન. શ્રી મિલનભાઈ પરીખ, ચેરમેનશ્રી, જેટસન ઈન્વેસ્ટમેન્ટ, સુરત, મુખ્ય મહેમાનશ્રી માન. શ્રી પ્રશાંતભાઈ દંડવતે, અગ્રણી બિલ્ડર, સુરત તથા અતિથિ વિશેષશ્રી, ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ નવનિર્મિત હોલની ઉપયોગિતા અને સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓને બિરદાવતાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં આવી આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માળખાકીય સુવિધાઓનું નિર્માણ થવાથી વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ પૂરતી જ નહીં પરંતુ સાંસ્કૃતિક, સર્જનાત્મક, સામાજિક અને વ્યક્તિત્વ વિકાસ માટે પણ વિશાળ તકો પ્રાપ્ત થશે.’ ચંચલ–અમૃત સ્મૃતિ હોલ’ ના લોકાર્પણ.સમારંભ દરમિયાન સંસ્થાના પ્રમુખ માનસિંહ પટેલ દ્વારા જણાવાયું હતું કે, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં પ્રતિભાની કોઈ કમી નથી; જરૂર છે તો માત્ર તેમને યોગ્ય તક, માર્ગદર્શન અને સુવિધા ઉપલબ્ધ કરાવવાની. આ દિશામાં ‘ચંચલ–અમૃત સ્મૃતિ હોલ’ એક મહત્વપૂર્ણ સેતુરૂપ સાબિત થશે.લોકાર્પણ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી માનસિંહભાઈ કે. પટેલ, ઉપપ્રમુખશ્રી શ્રી અશોકભાઈ બી. શાહ, માનદ મંત્રીશ્રી શ્રી સુરેશભાઈ પી. શાહ, માનદ સહમંત્રીશ્રી શ્રી હિમાંશુભાઈ વી. પટેલ, માનદ કોષાધ્યક્ષશ્રી શ્રી ડો. હિતેન્દ્રભાઈ એમ. વ્યાસ, આચાર્યશ્રી શ્રી ગૌરાંગભાઈ જી. શાહ, આચાર્યશ્રી શ્રી તુષારભાઈ આર. પ્રજાપતિ, તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ, વ્યવસ્થાપક સમિતિ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.સ્મૃતિને સંકલ્પ સાથે જોડતો હોલ
‘ચંચલ–અમૃત સ્મૃતિ હોલ’ પ્રસંગે કે શાળાની દીવાલો માત્ર ઈંટ-સિમેન્ટથી નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સપનાઓ અનેસમાજના વિશ્વાસથી ઊભી થતી હોય છે. ‘ચંચલ–અમૃત સ્મૃતિ હોલ’ એ આ વિચારનું જીવંત પ્રતિબિંબ છે. આ મેસેજ ટ્રસ્ટી મંડળે આપ્યો હતોશ્રી સર્વોદય કેળવણી મંડળ, કરચેલીયા દ્વારા નિર્મિત ‘ચંચલ–અમૃત સ્મૃતિ હોલ’ ગ્રામ્ય શિક્ષણક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે અને હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણમાં ઉપયોગી બને તેવી શુભકામનાઓ સાથે આજનો આ ઐતિહાસિક લોકાર્પણ સમારંભ સંપન્ન થયો હતો.



