કાછલ કોલેજમાં વીર નર્મદ જન્મજયંતિ નિમિત્તે ‘સર્જક અભિમુખતા સંવાદ-1’ યોજાયો

SHARE:

કાછલ કોલેજમાં વીર નર્મદ જન્મજયંતિ નિમિત્તે ‘સર્જક અભિમુખતા સંવાદ-1’ યોજાયો

​ઓગસ્ટ માસમાં જન્મેલા ગુજરાતી સાહિત્યકારોની જીવનયાત્રા અને સાહિત્યિક પ્રદાનથી વિદ્યાર્થીઓ પરિચિત થયા

​કાછલ: સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, કાછલના ગુજરાતી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સાહિત્ય પ્રત્યે રસ-રુચિ કેળવાય, સર્જકોના જીવન અને સર્જન અંગેની સમજ સ્પષ્ટ થાય તથા વક્તૃત્વકૌશલ્યનો વિકાસ થાય તેવા હેતુથી દર મહિનાની 21મી તારીખે તે માસમાં જન્મેલા સાહિત્યકારો વિશે રજૂઆત કરવાના વિશેષ ઉપક્રમ ‘સર્જક અભિમુખતા સંવાદ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રેણીના પ્રથમ કાર્યક્રમ ‘સર્જક અભિમુખતા સંવાદ-1’નું સફળ આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું.​આ કાર્યક્રમ દરમિયાન F.Y.B.A. અને S.Y.B.A.ના મેજર ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓએ ઓગસ્ટ માસમાં જન્મેલા જાણીતા ગુજરાતી સાહિત્યકારોના જીવન અને સર્જનયાત્રા અંગે રસપ્રદ રજૂઆતો કરી હતી. ખાસ કરીને વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતી સાહિત્યમાં તેમના અવિસ્મરણીય પ્રદાનને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ઝવેરચંદ મેઘાણી, ધીરેન્દ્ર મહેતા, ભોળાભાઈ પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર, અશોક ચાવડા, પ્રવીણ દરજી, ગની દહીંવાલા, અશોકપુરી ગોસ્વામી, રાજેન્દ્ર પટેલ અને રઈશ મણિયાર જેવા દિગ્ગજ સર્જકોના વ્યક્તિત્વ અને સાહિત્યકૃતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.​પ્રસંગોચિત સંબોધનમાં આચાર્યશ્રી ડૉ. રાકેશ ચૌધરીએ આ પ્રકારના સાહિત્યિક આયોજન બદલ ગુજરાતી વિભાગને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને સર્જકોના જીવનમાંથી પ્રેરણા મેળવી સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાતી વિભાગના પ્રાધ્યાપકો ડૉ. ધનસુખ પટેલ અને ડૉ. આશા ઠાકોરે પણ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિને બિરદાવી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહેવાની પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન S.Y.B.A.ના વિદ્યાર્થી ક્રિશ ચૌધરીએ કર્યું હતું અને પટેલ હેત્વીએ આભારવિધિ આટોપી હતી. વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીને કારણે કાર્યક્રમ અત્યંત જ્ઞાનવર્ધક બની રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!