બામણિયા પાસે આઇસર ટેમ્પો પલટી ગયો પછી ભારે જહેમત બાદ આખરે…
બામણિયા પાસે આઇસર ટેમ્પો પલટી ગયો: ક્રેન વડે બહાર કઢાયો, મોટી દુર્ઘટના ટળી

ચીખલીથી બુહારી તરફ જઈ રહેલો એક આઇસર ટેમ્પો બામણિયા ગામની સીમમાં વિનાયક વિલા સામે અચાનક પલટી મારી ગયો હતો. અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ પલટી ગયેલા ટેમ્પાને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ભારે જહેમત બાદ ક્રેનની મદદથી ટેમ્પાને રસ્તા પરથી બહાર કાઢવામાં આવ્યો હતો.હાલમાં ચાલી રહેલા વરસાદી માહોલના કારણે રોડ પર ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. વરસાદ દરમિયાન રોડની સાઈડ (કાચા પટ્ટા) પર વાહન ઉતારવું અત્યંત જોખમી બની ગયું હોવાથી વાહનો સ્લિપ થવાના બનાવો વધી રહ્યા છે, જેને લઈને સ્થાનિક વાહનચાલકો અને રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.



