મહુવાના કરચેલીયાના યુવકની વાંસકુઈ નહેરમાંથી ડી-કંપોઝ હાલતમાં લાશ મળી.

SHARE:

મહુવાના કરચેલીયાના યુવકની વાંસકુઈ નહેરમાંથી ડી-કંપોઝ હાલતમાં લાશ મળી: 7 દિવસથી ગુમ હતો; પોલીસે તપાસ હાથ ધરી

​મહુવા/અનાવલ: મહુવા તાલુકાના કરચેલીયા ગામેથી છેલ્લા સાત દિવસથી ગુમ થયેલા 37 વર્ષીય યુવકનો મૃતદેહ વાંસકુઈ ગામમાંથી પસાર થતી કાંકરાપાર ડાબા કાંઠાની નહેરમાંથી ડી-કંપોઝ હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે અનાવલ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.​મહુવા તાલુકાના કરચેલીયા ગામના માસ્તર ફળિયામાં રહેતા 37 વર્ષીય બકુલભાઈ વનમાળીભાઈ ગરાસીયા માનસિક અસ્થિરતા ધરાવતા હતા. ગત તારીખ 3 ઓગસ્ટ 2026ના રોજ રાત્રિના આશરે 12:00 વાગ્યાના સુમારે તેઓ કોઈને કંઈપણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો​દરમિયાન 10 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10:30 વાગ્યાના સુમારે વાંસકુઈ ગામના નેવાણીયા ફળિયામાંથી પસાર થતી કાંકરાપાર ડાબા કાંઠાની નહેરના પાણીમાં પેટી પુલ પાસેથી એક યુવકની લાશ તરતી હોવાની જાણ થઈ હતી. તપાસ કરતાં આ લાશ ગુમ થયેલા બકુલભાઈ ગરાસીયાની હોવાનું બહાર આવ્યું હતું. પાણીમાં ડૂબી જવાના કારણે મૃતદેહ ડી-કંપોઝ થઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતમૃતકના બહેનોઈ રાકેશભાઈ ભીખુભાઈ ગરાસીયા (રહે. કરચેલીયા, મહુવા)એ આ અંગે અનાવલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બનાવ અંગે અનાવલ પોલીસ સ્ટેશનના વુ.એ.એસ.આઈ. હસ્મીતાબેન સુમનભાઈ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!