મહુવાના પુના ગામે 19 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

SHARE:

પુના ગામમાં ૧૯ વર્ષીય યુવકે ઘરમાં લાકડાના ભારોટ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાધો: અગમ્ય કારણોસર આત્મહત્યા કરી; અનાવલ પોલીસ મથકે ગુનો નોંધાયો

​મહુવા/અનાવલ: સુરત જિલ્લાના મહુવા તાલુકાના પુના ગામ આશ્રમ ફળિયામાં રહેતા ૧૯ વર્ષીય યુવકે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે અનાવલ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
​મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના આંશીદ તાલુકાના સાલરમાલા ગામના વતની અને હાલ પુના ગામ આશ્રમ ફળિયા ખાતે રહી મજૂરી કામ કરતા નંદલાલ હજારીલાલ તૈલીનો ૧૯ વર્ષીય પુત્ર દિલખુશ તૈલી પોતાના ઘરમાં હતો. દરમિયાન ગત તારીખ ૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રાત્રિના ૧૦:૦૦ થી ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તેણે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર લાકડાના ભારોટ સાથે નાયલોનનું દોરડું બાંધી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો.
​બનાવ અંગે મૃતકના પિતા નંદલાલ તૈલીએ અનાવલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે અનાવલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. હસ્મીતાબેન સુમનભાઈ (બ.નં. ૧૦૪૯) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૪ મુજબ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!