મહુવાના હટવાડા ફળિયામાં ચાલતા જુગારધામ પર LCB ત્રાટકી: મુખ્ય સૂત્રધાર સહિત 5 પત્તાપ્રેમીઓ ₹40,210ના મુદ્દામાલ સાથે ઝડપાયા.

SHARE:

મહુવાના હટવાડા ફળિયામાં ચાલતા જુગારધામ પર LCB ત્રાટકી: મુખ્ય સૂત્રધાર સહિત 5 પત્તાપ્રેમીઓ ₹40,210ના મુદ્દામાલ સાથે ઝડપાયા

​સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB)ની ટીમે એક સફળ ઓપરેશન પાર પાડીને મહુવા તાલુકાના હટવાડા ફળીયામાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત કુલ 5 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે અને તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ ₹40,210નો મુદ્દામાલ જપ્ત કરીને જુગારધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.​પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલ.સી.બી. પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો નાઈટ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એ.એસ.આઈ. ધનસુખભાઈ કરસનભાઈ,હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ગોવિંદસિંહ અને હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ જીતુભાઈને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે મહુવા હટવાડા ફળિયામાં લલ્લુભાઈ જયંતીભાઈ ઓડના મકાનની આગળ ખુલ્લી પજારીમાં કેટલાંક ઈસમો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.બાતમી પાકી હોવાથી પોલીસે તાત્કાલિક ચોક્કસ પ્લાનિંગ કરીને ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો.​દરોડા દરમિયાન જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓમાં મહેન્દ્રભાઇ નગીનભાઇ ઓડ (ઉં.વ.39, રહે. હટવાડા ફળિયું, મહુવા), મનિષભાઇ રાજુભાઇ ઓડ (ઉં.વ. ૩૨, રહે. પારસીવાડ, મહુવા), સંજયભાઇ મનુભાઇ સલાટ (ઉં.વ.36, રહે. જૂના પુલના નાકે, મહુવા), કિશનભાઈ સીતારામભાઈ ઓડ (ઉં.વ.26, હાલ રહે.હટવાડા ફળિયું,મહુવા; મૂળ રહે.ધારોલી, તા.ઝગડિયા, જી. ભરૂચ)અને પરેશભાઇ પ્રભાતભાઇ ઓડ (ઉં.વ. 51, રહે. હટવાડા ફળિયું, મહુવા)નો સમાવેશ થાય છે, જેઓ તમામ મજૂરી કામ કરે છે.​પોલીસે આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલ રોકડા ₹12,660, જુગારના દાવ પરથી મળેલ રોકડા ₹2,550, ₹25,000ની કિંમતના 5 નંગ મોબાઈલ ફોન અને ગંજીપાના કબજે કરીને કુલ ₹40,210નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ પ્રશંસનીય કામગીરી સુરત ગ્રામ્ય LCBના પી.આઈ. એન.જી. પાંચાણી અને પીએસઆઈ એચ.સી. મસાણીની આગેવાનીમાં એ.એસ.આઈ. ધનસુખભાઈ કરસનભાઈ,હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ગોવિંદસિંહ,હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ જીતુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ રમેશભાઈની ટીમે સંયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!