અંબિકા તાલુકામાં સૌથી વધુ 12 રસ્તાઓ, મહુવા તાલુકાના 7 ગ્રામ્ય રસ્તાઓ બંધ……
સુરત જિલ્લામાં ભારે વરસાદથી પંચાયત હસ્તકના કુલ ૨૪ આંતરિક અને ગ્રામ્ય માર્ગો વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરાયા
અંબિકા તાલુકામાં સૌથી વધુ ૧૨ રસ્તાઓ, મહુવા તાલુકાના ૭ ગ્રામ્ય રસ્તાઓ અને બારડોલી તાલુકોના પાંચ રોડ મળીને કુલ ૨૪ રસ્તાઓ બંધ
નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વહીવટી તંત્રની અપીલ
રાજ્યમાં ચોમાસાની સિઝન જામી છે, ત્યારે સુરત જિલ્લામાં થયેલી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સુરત જિલ્લાના અંબિકા, મહુવા અને બારડોલી તાલુકાના પંચાયત હસ્તકના કુલ ૨૪ જેટલા આંતરિક અને ગ્રામ્ય માર્ગો વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરાયા છે. નાગરિકોની સુરક્ષા અને અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે જાહેર જનતાને અનુરોધ છે.
અંબિકા તાલુકામાં નદી-નાળાઓના રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર બંધ કરાયા છે. જેમાં કોષ ખાખરી ફળિયાથી ચડાવ રોડ બંધ થતાં વાહનચાલકો માટે SH-૧૭૮ કોષ આંગળધારા પાલગભાણ ભીનાર રોડનો વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગ કરી શકાશે. વહેવલ હટવાડા ઝાડી ફળિયા રોડ, વહેવલ ખુંટી ફળિયા રોડ બંધ થતા વહેવલ સિંધઈ રોડ અને સ્ટેટ હાઈવે-૧૬૫ ઘોડીસ્થળથી વહેવલ ઝાડી ફળીયા રોડનો ઉપયોગ કરી શકાશે. મહુવરીયા પટેલ ફળિયા ટુ લીમડી ફળિયા ટુ કાંકરીમોરા કોલોની રોડ પર પાણી ફરીવળવાથી
વૈકલ્પિક રસ્તા તરીકે વલવાડા-ધામખડી-મહુવારીયા રોડ અથવા હળદવા-મહુવારીયા રોડનો પયોગ કરી શકશે. ગાંગડીયા ગામના ગાંગડીયા ડાઉતપોર ફળિયા રોડ અને મહુડી ફળિયા રોડ બંધ થતાં ગાંગડીયા પટેલ ફળીયા રોડ તેમજ બુટવાડા (વલવાડા મરીમાતા ક્વોરી) ભવાની ફળિયા રોડથી જિલ્લાની હદ સુધીના રોડ પર પાણી ફરી વળતા વૈકલ્પિક રોડ તરીકે વલવાડા મરીમાતા બુટવાડા એપ્રોચ રોડનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત ઉપલી કોષ નહેર સર્વિસ રોડથી માજી સરપંચ પરસોતમભાઈ હાઉસ અને ઈંટરનલ રોડ બંધ થવાથી વૈકલ્પિક રોડ તરીકે કોષ ચઢાવ રોડ, લસણપુર શામજી ફળીયા રોડ બંધ થવાથી લસણપુર તરકાણી લસણપુર ગાંગડીયા કુમકોતર કાંકરીયા રોડ, બુટવાડા રુમાથી વાકલાબેડા રાયપુરા બુટવાડાને જોડતો રસ્તો બંધ થવાથી વલવાડા મરીમાતા બુટવાડા એપ્રોચ રોડ તેમજ વલવાડા મરીમાતા બુટવાડા એપ્રોચ રોડ બંધ થવાથી SH મહુવા અનાવલ રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શક્શે.
મહુવા તાલુકામાં પણ નીચાણવાળા વિસ્તારો અને કોઝવે પર પાણી ફરીવળતા નળધરા-સરકાર ફળિયા ટુ બેઝીયા રોડ બંધ થતા કાદીયા કેનાલથી અંધાત્રી મુડત રોડ પર ડાયવર્ટ કરાયા છે. આ ઉપરાંત ખરવણ ભીલ ફળિયા રોડ બંધ થતા મદ્ર સાંબા-ફૂલવાડી સાંબા ભોરીયા વાલ્વાળા રોડ અથવા કરચેલીયા-બારતાડ-ખરવણ રોડનો ઉપયોગ કરી શક્શે. આ ઉપરાંત ખરવણ કોધાર ફળિયા રોડ બંધ થતા મદ્ર સાંબા ફૂલવાડી સાંબા ભોરીયા વાલ્વાળા રોડ, નલધારા વજેસિંગથી કઢૈયા હનુમાન મંદિર રોડ બંધ થતા કરચેલીયા બુહારી અથવા વાસકૂઈ કઢૈયા રોડ, નળધરા સરકાર ફળીયા રોડ બંધ થતા કાદીયા કેનાલથી અંધાત્રી મુડત રોડ, અલગટ-બાવલી ફળીયા રોડ બંધ થતા બાવલી ફળીયા કાદીયા કેનાલથી અંધાત્રી મુડત રોડનો ઉપયોગ કરી શક્શે. તેમજ કઢૈયા એપ્રોચ રોડ બંધ થતા વાહનચાલકોને SH TO મહુવા-અનાવલ રોડનો વૈકલ્પિક રોડ ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.
આ સાથે બારડોલી તાલુકામાં વાંકાનેર પારડી વાલોડ રોડ ઓવરટોપીંગ થવા વૈકલ્પિક રસ્તા તરીકે વાંકાનેર અલ્લુથી મહુવા સ્ટેટહાઈવે રોડનો ઉપયોગ કરી શકાશે. આ સાથે સુરાલી કોટમુંડાથી બેલ્ધા રોડ બંધ થવાથી સુરાલી ધારીયા ઓવારા રોડ અથવા સુરાળી ESH-5 થી બેલ્ધા રો઼ડ, સુરાલી ધારીયા ઓવારા રોડ ઓવરટોપીંગથી બંધ થતા SH-5 રોડનો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકાશે. તેમજ સુરાલી સવિન જકાભાઈનાં ઘરથી ધારિયા કોઝવે રોડ બધ થતા સુરાલી ધારીયા ઓવારા રોડ અથવા સુરાલી કોટમુંડાથી બેલ્ધા રોડનો ઉપયોગી કરી શકાશે. સેજવાડ એપ્રોચ રોડ ઓવરટોપીંગ થતા વૈકલ્પિક રસ્તા તરીકે સેજવાડ વાંગડી ફળીયા થી સેજવાડ સીકે રોડને વૈકલ્પિક માર્ગ તરીકે કાર્યરત કરાયો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર, આ 3 તાલુકાના ૨૪ રસ્તાઓ પરથી પૂરના પાણી ઉતરતાની સાથે જ માર્ગો ફરીથી ખુલ્લા મૂકવામાં આવશે. ત્યાં સુધી તમામ નાગરિકોને ધૈર્ય રાખવા અને સુરક્ષિત મુસાફરી માટે ફરજિયાતપણે દર્શાવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા નમ્ર વિનંતી છે.





