Traffic Tail

અંબિકા નદી ઉપરનો મધર ઈન્ડીયા ડેમ સીઝનમાં પ્રથમવાર છલોછલ પરંતુ નદી કિનારે આવી તબાહી…..

SHARE:

અંબિકા નદી ઉપરનો મધર ઈન્ડીયા ડેમ સીઝનમાં પ્રથમવાર છલોછલ પરંતુ નદી કિનારે આવી તબાહી…..

ભારે વરસાદ: અંબિકા નદીમાં ઘોડાપૂર, મધર ઇન્ડિયા ડેમ સીઝનમાં પ્રથમ વાર છલકાયો

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી: વહીવટી તંત્ર એલર્ટ મોડ પર, ડેમ છલકાતાં ખેડૂતોમાં ભારે ખુશી


સુરત,અંબિકા:-
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે.ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે લોકમાતા અંબિકા નદીમાં સીઝનનું પ્રથમ ઘોડાપૂર આવ્યું છે.નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે,જેને પગલે વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવી ગયું છે અને સાવચેતીના તમામ પગલાં લઈ રહ્યું છે.
તો અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થઈ જવા પામ્યો છે ઉપરવાસના ડાંગ જિલ્લામાં સતત ખાબકેલા વરસાદને કારણે અંબિકા નદી પર આવેલો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ ચાલુ સીઝનમાં પ્રથમ વાર સંપૂર્ણપણે છલોછલ થઈને ઓવરફ્લો થયો છે.ડેમ છલકાવાના મનોહર દ્રશ્યો જોવા માટે સ્થાનિક લોકોની ભીડ પણ જામી રહી છે.પાણીની ભરપૂર આવક થતાં આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થઈ જશે,જેને કારણે સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારો એલર્ટ થવા સૂચનો કરવામાં આવ્યા છે નદીના જળસ્તરમાં અચાનક મોટો વધારો થતાં નદી કિનારાના નીચાણવાળા વિસ્તારો અને ઘાટ પર પાણી ફરી વળ્યા છે તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પર પાણી આવી જતાં વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે.પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.મધર ઈન્ડીયા ડેમ નો અલ્હાદક નજરો જોવા સ્થાનિકો તેમજ રાહદારીઓ મોટી સંખ્યમાં ઉમટી પડ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!