મહુવા તાલુકામાં “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત ઓડચ ગામે અમૃત કળશયાત્રાનો શુભારંભ.
મહુવા તાલુકામાં કળશયાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો છે.તાલુકાના ઓડચ ગામેથી કળશયાત્રા નો શુભારંભ તાલુકાનું વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તા દ્વારા “મારી માટી મારો દેશ”અભિયાન અંતર્ગત અમૃત કળશયાત્રા રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો.170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી.અમૃત કળશયાત્રા રથના શુભારંભ પ્રસંગે માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને મહુવા વિધાનસભાના પ્રભારી ભાવેશભાઈ પટેલ, મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન,ઉપ,પ્રમુખ ચેતનભાઈ મિસ્ત્રી,મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ નાયક,જિલ્લા પંચાયત સભ્ય જીનેશભાઈ ભાવસાર તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






