અંબિકા તાલુકાના કુમકોતર ગામે જંગલ વિસ્તારમાં LCB પોલીસ ને મળી મોટી સફળતા.
સુરત ગ્રામ્ય એલ.સી.બી. શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કુમકોતર ગામની સીમમાં દરોડો પાડી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ રેડ દરમિયાન મુખ્ય આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ગત તારીખ ૨૫/૦૬/૨૦૨૬ના રોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાના સુમારે એલ.સી.બી. શાખાના અ.હે.કો. નાગજીભાઇ કરશનભાઇ અને તેમની ટીમે કુમકોતર ગામના જામલપાડા ફળીયા દરગાહ રોડ પાસે આવેલા જંગલના ઝાડી-ઝાખરામાં દરોડો પાડ્યો હતો. આ જાહેર જગ્યાએથી પોલીસને અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કી અને બિયરની કુલ ૧૬૪૪ નંગ બાટલીઓ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹૨,૮૨,૭૬૮/- થાય છે. આ સાથે જ ગુનામાં વપરાયેલ એક એક્સેસ મોપેડ (GJ-19-BD-0392)કિંમત રૂ. ૫૦,૦૦૦ પણ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે કુલ ૩,૩૨,૭૬૮/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ વિદેશી દારૂનો જથ્થો વગર પાસ-પરમીટે મંગાવનાર મુખ્ય સૂત્રધાર ભાવેશભાઇ અશોકભાઇ પટેલ (રહે. કુમકોતર ગામ, જામલપાડા ફળીયું, તા. અંબિકા, જી. સુરત) છે. આરોપી પોલીસને જોઈને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. અનાવલ પોલીસે આ અંગે ગુનો નોંધી વોન્ટેડ આરોપી ભાવેશ પટેલની શોધખોળ હાથ ધરી છે.