Traffic Tail

સુરત જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીનાએ મહુવા તાલુકાના શેખપુર અને જી.એચ.ભકત સાર્વજનિક હાઈસ્કુલ ખાતે ૩૬૮ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો.

SHARE:

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ: બીજો દિવસ

સુરત જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીનાએ મહુવા તાલુકાના શેખપુર અને જી.એચ.ભકત સાર્વજનિક હાઈસ્કુલ ખાતે ૩૬૮ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો

શાળા પ્રવેશોત્સવ બાળકોના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનનું મહા જનઅભિયાનઃ જિલ્લા વિકાસ અધિકારી

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવેન્દ્ર પ્રકાશ મીનાએ મહુવા તાલુકાની શેખપુર પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી અને ધો.૧માં છ બાળકો તથા સરકારી માધ્યમિક શાળા શેખપુરમાં ધો.૯માં ૩૭ અને ધો.૧૧માં ૩૧ જયારે જી.એચ.ભકત સાર્વજનિક હાઈસ્કુલ ખાતે ધો.૯માં ૧૭૭ અને ધો.૧૧માં ૧૧૭ મળી કુલ ૩૬૮થી વધુ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ અવસરે તેમણે કહ્યું કે, દરેક બાળક ભણીગણીને આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરી રહી છે. શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, ઈન્ટરનેટ સુવિધા અને આધુનિક સાયન્સ લેબ જેવી અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. શિક્ષણ અધવચ્ચે છોડી દેનારા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા માટે અધિકારીઓ તેમના ઘરે જઈ તેમની સમસ્યાઓ જાણી અને તેમને ફરી શાળામાં લાવવા માટે પ્રયાસો કર્યા છે. વાલીઓને પણ પોતાના બાળકોના ભવિષ્ય માટે સક્રિય ભાગીદાર બનવા અને નિયમિત રીતે બાળકોને શાળાએ મોકલવા માટેનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે સંબંધિત ગામના સરપંચો સહિતના પદાધિકારીઓ, શિક્ષકગણ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!