Traffic Tail

સુરત જિલ્લાનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૭.૨૬ ટકા જયારે સામાન્ય પ્રવાહનું ૯૩.૪૬ ટકા પરિણામ જાહેર

SHARE:

સુરત જિલ્લાનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૭.૨૬ ટકા
જયારે સામાન્ય પ્રવાહનું ૯૩.૪૬ ટકા પરિણામ જાહેર

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજયમાં સૌથી વધુ એ-૧, એ-૨, બી-૧, બી-૨, સી-૧ ગ્રેડ મેળવીને સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ ડંકો વંગાડયો છે. ૪૫૯ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ તથા ૨૪૬૦ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવ્યોઃ

ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજયમાં સૌથી વધુ એ-૧, એ-૨, બી-૧, બી-૨ ગ્રેડ સુરત જિલ્લાના વિદ્યાર્થીઓ મેળવ્યોઃ ૨૦૮૩ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ તથા ૬૯૧૦ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવ્યોઃ

સુરત જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં વરાછા કેન્દ્રએ ૯૪.૩૪ ટકા સૌથી ઉચુ પરિણામ મેળવ્યું.

જિલ્લામાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નાનપુરા (બ્લાઈન્ડ) કેન્દ્રનું ૧૦૦ ટકા પરિણામઃ

સમગ્ર રાજ્યમાં આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
સમગ્ર રાજયનું ધો.૧૨ વિજ્ઞાન અને ગુજકેટનું પરિણામ ૮૪.૩૩ ટકા આવ્યુ છે ત્યારે સુરત જિલ્લાનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૭.૨૬ ટકા આવ્યું છે.
સુરત જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૧૫૮૧૭ રજીસ્ટર વિદ્યાર્થીઓ પૈકી ૧૫૭૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લામાં ગ્રેડ પ્રમાણે પરિણામની વાત કરીએ તો, સમગ્ર રાજયમાં સૌથી વધુ એ-૧, એ-૨, બી-૧, બી-૨, સી-૧ ગ્રેડ મેળવીને સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ ડંકો વંગાડયો છે. વિગતે જોઈએ તો રાજયમાં કુલ ૧૫૭૬ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. જે પૈકી સુરત જિલ્લાના ૪૫૯ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે જે રાજયના ૨૯.૧૨ ટકા થાય છે. જયારે રાજયમાં કુલ ૧૧૭૫૬ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવ્યો છે તેની સામે સુરત જિલ્લાના ૨૪૬૦ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવ્યો જે રાજયના ૨૦.૯૨ ટકા છે. સુરત જિલ્લાના વરાછા કેન્દ્રએ ૯૪.૩૪ ટકા પરિણામ મેળવીને પ્રથમ ક્રમે રહ્યું છે. જયારે બી-૧ ગ્રેડમાં ૩૦૬૧ અને બી-૨ ૩૦૬૧ વિદ્યાર્થીઓ તથા સી-૧ ગ્રેડમાં ૨૭૧૪ વિદ્યાર્થીઓ, ૧૮૯૪ વિદ્યાર્થીએ સી-૨ ગ્રેડ મેળવ્યો હતો.
સમગ્ર રાજયનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ આવ્યું છે જયારે સુરત જિલ્લાનું ૯૩.૪૬ ટકા જેટલું પરિણામ આવ્યું છે. ત્યારે સમગ્ર રાજયમાં સૌથી વધુ એ-૧, એ-૨, બી-૧, બી-૨ ગ્રેડ મેળવીને સુરત જિલ્લાના વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. સુરત જિલ્લામાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૪૭૨૩૫ નિયમિત વિદ્યાર્થીઓ હતા. જેમાંથી ૪૭૦૯૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જિલ્લામાં પરિણામ જોઈએ તો એ-૧ ગ્રેડમાં ૨૦૮૩ વિદ્યાર્થીઓ, એ-૨માં ૬૯૧૦ વિદ્યાર્થીઓ, બી-૧માં ૮૨૧૯ તથા બી-૨માં ૯૧૮૧, સી-૧માં ૯૪૩૦ તથા ૬૮૭૨ વિદ્યાર્થીઓએ સી-૨ ગ્રેડ મેળવ્યો હતો. જિલ્લાનુ નાનપુરા(બ્લાઈન્ડ) કેન્દ્રનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામમાં સરકારી શાળાઓના પરિણામ પર નજર કરીએ તો ઉ.માની કુલ ૧૫ શાળાઓ છે જેમાં સામાન્ય પ્રવાહની સાત સરકારી શાળાઓએ ૧૦૦ ટકા પરિમાણ મેળવ્યું છે. જેમાં રેગામા, શેખપુર, વિરપોર, ગવાછી, નવી પારડીની માધ્યમિક અને ઉચ્ચત્તર શાળાઓ, આમલી દાભડા મોડલ સ્કુલઓએ ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!