Traffic Tail

ભોરીયા ગામની સીમમાં કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત

SHARE:

ભોરીયા ગામની સીમમાં કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત

અકસ્માતની ભયાનકતા — ચોંકાવનાર દ્રશ્ય
વલવાડા ભોરિયા રસ્તા પર થયેલ અકસ્માત એટલો ગંભીર રહ્યો કે અકસ્માતનો ભોગ બનેલી મહિલા બાજુમાં આવેલા અંદાજે ૧૫ ફૂટ ઊંચા ઇંટના ભઠ્ઠા પર ફંગોળાઈ ગઈ હતી, ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે સ્થળ પર હાજર લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી અને જોનારાઓ દંગ રહી ગયા હતા.

ઘટના બાદ વાતાવરણ તંગ
ઘટના બાદ વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે સ્થાનિકોમાં ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો, પોલીસનો કાફલો ઘટનાસ્થળે હાજર હોવા છતાં લોકોએ અકસ્માત સર્જનાર કાર હટાવવા દેવી નહોતી અને ભારે હોબાળો મચ્યો હતો.

અંબિકા તાલુકાના ભોરીયા ગામની સીમમાં રવિવારે સાંજે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવતી એક કારે મોટરસાયકલને સામેથી જોરદાર ટક્કર મારતા, બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે 4 વર્ષનો માસૂમ બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે.રોષે ભરાયેલ ટોળાએ કાર ચાલકને માર મારી લોહીલુહાણ કરી નાખ્યો.
​ પ્રાપ્ત માહિતી અનુસાર અંબિકા તાલુકાના સાંબા ગામના મેડિયા ફળિયામાં રહેતા આશિષભાઈ સતીશભાઈ પટેલ (ઉં.વ.31) પોતાની પત્ની પારુલબેન (ઉં.વ. 29), પુત્ર વેદ (ઉં.વ. 7) અને કાકી ઉષાબેન (ઉં.વ. 60) સાથે ડોલવણ તાલુકાના પાટી ગામે જાનમાં ગયા હતા. સાંજના સમયે જ્યારે આ પરિવાર પોતાની મોટરસાયકલ (GJ-19-AK-6408) પર પરત ફરી રહ્યો હતો, ત્યારે વલવાડા-ભોરીયા રોડ પર કાળમુખી કારે તેમને અડફેટે લીધા હતા.
ભોરીયા ગામની સીમમાં ઈંટના ભઠ્ઠા પાસે સામેથી આવતી કાર (GJ-19-BR-8086) ના ચાલકે પોતાનું વાહન બેફામ ગતિએ હંકારી આશિષભાઈની બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આશિષભાઈ પટેલ, તેમના પત્ની પારુલબેન પટેલઅને કાકી ઉષાબેન પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ. સદનસીબે 7 વર્ષના પુત્ર વેદનો બચાવ થયો છે, પરંતુ તેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના અકાળે અવસાનથી સાંબા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. લગ્ન પ્રસંગની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!