Traffic Tail

મહુવા વન વિભાગની લાલ આંખ જુઓ સમગ્ર અહેવાલ….

SHARE:

મહુવા વન વિભાગની લાલ આંખ જુઓ સમગ્ર અહેવાલ….

સુરત જિલ્લાના મહુવા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે લાલ આંખ કરવામાં આવી છે. વન સંરક્ષક પુનિત નૈયર અને નાયબ વન સંરક્ષક ધીરજકુમારના માર્ગદર્શન હેઠળ મહુવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર નેહાબેન ચૌધરી અને તેમની ટીમ દ્વારા સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ખાનગી બાતમીના આધારે મહુવા રેન્જના બોરીયા રાઉન્ડમાં આવતી બોરીયા-1 બીટના વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી.તારીખ-8/04/2026ના રોજ મઢીથી ઉવા ગામ તરફ જતી નહેર પાસેના કાચા રસ્તા પર તપાસ દરમિયાન એક બિનવારસી મારુતિ વેગનર કાર (નંબર: GJ-05-CG-7299) મળી આવી હતી.વન વિભાગની તપાસમાં ગાડીમાંથી અનામત રાખવામાં આવેલા ખેરના લાકડાના 41 નંગ ટુકડા મળી આવ્યા હતા, જેનું અંદાજિત કદ 0.752 ઘન મીટર છે. વન વિભાગે ગાડી અને લાકડાનો તમામ મુદ્દામાલ જપ્ત કરી ખાતાકીય ડેપો ખેડપુર માંડવી ખાતે જમા કરાવ્યો છે.
આ સમગ્ર મામલે ભારતીય વન અધિનિયમ-1927 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર નેહાબેન ચૌધરી દ્વારા આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!