Traffic Tail

મહુવા તાલુકાની કાછલ કોલેજમાં અમૃત કળશયાત્રા નીકળી વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો.

SHARE:

મહુવા તાલુકાની કાછલ કોલેજમાં અમૃત કળશયાત્રા નીકળી વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો.

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ તથા સરકારી શિક્ષણ મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ઉપરાંત એન.એસ.એસ. વિભાગના અંતર્ગત તા.12/10/2023, ગુરુવારના રોજ અમૃત કળશયાત્રા યોજવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ જુદા જુદા ગામની માટી લાવીને કળશમાં મૂકવામાં આવી હતી ત્યારબાદ કોલેજ પરિસરમાંથી રેલી નીકળીને કાછલ ગામમાં ફરી હતી. વિદ્યાર્થીઓએ વીર શહીદોની શહીદીને બિરદાવતા સ્લોગનો ઉચ્ચાર્યા હતાં. કાર્યક્રમની મંજૂરી કોલેજના આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ આપી હતી.અને સમગ્ર કાર્યક્રમનું આયોજન -સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો.પદ્મા આર.તડવી અને પ્રા.આશા આર.ઠાકોર તથા પ્રા.ભરત મકવાણા ના સહયોગથી કળશયાત્રાના કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!