મહુવાનું આઉટ પોસ્ટ હવે અંબિકા તાલુકાનું મુખ્ય પોલીસ મથક બન્યું.

SHARE:

મહુવાનું આઉટ પોસ્ટ હવે અંબિકા તાલુકાનું મુખ્ય પોલીસ મથક બન્યું.

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતેથી કુલ રૂ.૬૬ કરોડના ખર્ચે સાકારિત સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી જિલ્લા તેમજ રેલ્વે પોલીસના વિવિધ પ્રકલ્પોનું નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ઇ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કરાયું હતું. નાયબ મુખ્યમંત્રીએ નવનિર્મિત અંબિકા તાલુકાના અનાવલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા અંબિકા તાલુકાના નવા પોલીસ સ્ટેશન નો આજથી પ્રારંભ થઇ ગયો છે નવા 21 જેટલા નવા સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન આજથી આઉટ પોસ્ટની જ્ગ્યા પર મુખ્ય પોલીસ મથક બની જવા પામ્યું છે જોકે મહુવા અને અંબિકા તાલુકા વિભાજન બાદ બન્ને તાલુકા મધ્યના ગામડાઓને આનો કોઈ ફાયદો થશે નહીં તો બીજી તરફ વલવાડા ખાતે અંબિકા તાલુકાની કચેરીઓ આવનાર હોય તેવા સંજોગોમાં પોલીસે સ્ટેશન 15 કિલોમીટર દૂર હોવાથી સગવડ કરતા અગવડ ઉભી થશે એવો ગણગણાટ હાલ સ્થાનિક જનતા માં સભળાઈ રહ્યો છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!