મહુવરિયા ગામે 18 વર્ષીય પરિણીતા નું પ્રસુતિ દરમ્યાન કરુણ મોત.
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના મહુવરીયા ગામે એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ તાપી જિલ્લાના ડોલવણની અને હાલ મહુવરીયા ગામે પિયરમાં રહેતી 18 વર્ષીય પરિણીતાનું પ્રસૂતિ દરમિયાન કુદરતી મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ ગામના વતની અને હાલ મહુવરીયા ગામના ઊંચી ફળીયામાં રહેતા ઉર્વશીબેન મયુરભાઈ કોટવાળિયા (ઉં.વ.18) પ્રસૂતિ માટે પોતાના પિયર આવ્યા હતા. ગત તારીખ-3/03/26ના રોજ સવારે 10 વાગ્યાના સુમારે પ્રસૂતિની પ્રક્રિયા દરમિયાન ઉર્વશીબેનનું સ્વાસ્થ્ય લથડતા તેમનું કુદરતી રીતે કરુણ મોત નીપજ્યું હતું.મૃતકના પિતા ગોપાળભાઈ નાનુભાઈ કોટવાળિયાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. મહુવા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.




