Traffic Tail

અનાવલ ટેલરની દુકાનમાં લાગેલી આગમાં સામાન બળીને ખાક.

SHARE:

મહુવા તાલુકાના અનાવલ ગામે ફાતિમા લેડિઝ ટેલર નામની દુકાનમા મંગળવારના રોજ આગ લાગતા તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.ઘટના અંગે સ્થાનિકોને જાણ થતા દુકાનનું તાળુ તોડી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના અનાવલ ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલ ફાતેમા લેડિઝ ટેલર નામની દુકાનના માલિક રેહમાનભાઈ મંગળવારે દુકાનને તાળુ મારી કામ અર્થે બહાર ગયા હતા.તે દરમિયાન અચાનક દુકાનમાં આગ લાગતા ધુમાડાના ગોટા દુકાન બહાર નીકળતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને દુકાનના શટરનુ તાળુ તોડી દુકાનમાં લાગેલ આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.સ્થાનિકો આગ પર કાબુ મેળવે તે પહેલા તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા.અને દુકાનમાં અસ્ત્રી ચાલુ રહી જવાના પરિણામે કપડા સળગતા આગ વિકરાળ બની હોવાનુ સ્થાનિકોને લાગ્યુ હતુ.આ આગમાં તમામ સામાન બળીને ખાખ થઈ જતા ગરીબ પરિવારને મોટુ નુકશાન થયુ હતુ.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!