Traffic Tail

પાડોશીની શંકા અયોગ્ય વર્તનથી હેરાન-પરેશાન પીડિત મહિલાએ ૧૮૧ની મદદ માંગી.

SHARE:

પાડોશીની શંકા અયોગ્ય વર્તનથી હેરાન-પરેશાન પીડિત મહિલાએ ૧૮૧ની મદદ માંગી

અભયમ ટીમની સમયસર કાર્યવાહીથી તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગામમાં બંને પક્ષોમાં સુખદ સમાધાન

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના એક ગામમાંથી મહિલાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર સંપર્ક કરી પડોશી મહિલાની શંકા અને અયોગ્ય વર્તનથી થતી હેરાનગતિ અંગે મદદ માંગી હતી. કોલ મળતાં તાપી જિલ્લાની અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર હકીકત મેળવી અસરકારક કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આશાબેન (નામ બદલ્યું છે)ના સમાજના રિતી-રિવાજ મુજબ લગ્ન થયેલા છે અને લગ્નને ચૌદ વર્ષ પૂર્ણ થયા છે. સંતાનમાં એક બાળકી છે. આશાબેન ગૃહિણી છે અને પતિ મજૂરીકામ કરે છે. છેલ્લા કેટલાક સમયથી પડોશીની એક મહિલા તેના પતિ સાથે આશાબેન સામે શંકા રાખી અવારનવાર અપશબ્દો બોલી અયોગ્ય વર્તન સાથે હેરાન કરતી હતી.
આશાબેન હેન્ડપંપ પર પાણી ભરવા ગયાં ત્યારે ત્યાં પડોશી મહિલા પણ પાણી ભરવા આવી હતી. તે દરમિયાન પડોશીએ આશાબેન સાથે ગાળાગાળી કરી લડાઈ ઝઘડો કર્યો હતો, તેમજ પથ્થરમારો કર્યો હતો. છેલ્લા બે મહિનાથી આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી બંને પક્ષોમાં તણાવ વધી ગયો હતો. જેથી આશાબેને ૧૮૧ અભયમની મદદ માંગી હતી.
અભયમ ટીમે સ્થળ પર બંને પક્ષોની વિગતવાર માહિતી મેળવી અસરકારક કાઉન્સેલિંગ કર્યું અને કાયદાકીય સમજ આપીને શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરી હતી. આ દરમિયાન પડોશી મહિલાના પતિની પણ પૂછપરછ કરાઈ, જેમાં તેમણે આશાબેન નિર્દોષ હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. ત્યારબાદ પડોશીની મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવું વર્તન ન કરવા બાહેંધરી આપી હતી.
અભયમ ટીમની સમજણ અને માર્ગદર્શનથી સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. સાથે જ ૧૮૧ ટીમે બંને પક્ષોને કાયદાકીય માહિતી આપી ફરીથી આ બાબતે ઝઘડો ન થાય તે અંગે સમજ આપી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!