Traffic Tail

મૂડત ગામની સીમમાં કાકા ભત્રીજાની મોટર સાયકલ ને કારે ટક્કર મારી સારવાર દરમ્યાન કાકાનું મોત…

SHARE:

મૂડત ગામની સીમમાં કાકા ભત્રીજાની મોટર સાયકલ ને કારે ટક્કર મારી સારવાર દરમ્યાન કાકાનું મોત…

બારડોલી તાજપોર બુજરંગ થી મોરદેવી ગામે આવેલ ખેતરે જઈ રહેલ કાકા ભત્રીજાની મોટરસાયકલને મુડત ગામની સીમમાં કાર ચાલકે ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ખેડૂતની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત મુજબ બારડોલી તાલુકાના તાજપોર બુજરંગ ગામે આહીરવાસ ફળિયામાં રહેતા કિશોરભાઈ પરાગભાઈ આહિર પોતાની મોટરસાયકલ (GJ-19-K-6840) લઈ પોતાના ભત્રીજા તીર્થ આહિર સાથે તા-14/12/2025ને રવિવારના રોજ વાલોડ તાલુકાના મોરદેવી ગામે આવેલ પોતાના ખેતરે જવા માટે નીકળ્યા હતા.તે દરમિયાન સાડા ત્રણ વાગ્યાના અરસામા મહુવા તાલુકાના મુડત ગામની સીમમાંથી પસાર થતી વેળાએ પુરપાટ ઝડપે આવતી કાર (GJ-05-JS-8385)ના ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કિશોરભાઈ આહીરની મોટરસાયકલને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર કિશોરભાઈ આહીરને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ખેડૂત કિશોરભાઈ આહીરનું તા-19/12/2025ને શુક્રવારના રોજ બપોરે સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.જ્યારે તેમના ભત્રીજા તીર્થ આહિરને પણ પગમાં ગંભીર ઈજા પહોંચતા તેમનુ બારડોલી ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યુ છે.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!