અનું.જાતિના ખેડૂતોએ શેરડીના પાક માટે સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવા અનુરોધ.
રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાના શેરડી પાકના ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા અનું.જાતિના ખેડૂતોએ સહાય ઘટક પર સહાય મેળવવા માટે તા:૧૦-૧૨-૨૦૨૫ થી તા.૨૪-૧૨-૨૫ના સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. જેથી અનુસુચિત જાતિના મહત્તમ ખેડૂતોએ સહાય ઘટકનો લાભ મેળવવા માટે અરજીઓ કરવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.




