Traffic Tail

બામણિયા ગામના ડેરી ફળિયામાં ઝાડ ઉપરથી નીચે પટકાતા મજૂરનું મોત.

SHARE:

બામણિયા ગામના ડેરી ફળિયામાં ઝાડ ઉપરથી નીચે પટકાતા મજૂરનું મોત.

 

સુરત,મહુવા:-ઝેરવાવરા ગામે ગાંધીનગર ફળીયા માં રહેતો અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો શ્રમજીવી દીપક ઉકા પટેલ (ધોડિયા ) ઉ .વ.૪૦ ગત રોજ બામણીયા ગામના ડેરી ફળીયા ની સીમ માં ઝાડ ઉપરથી લાકડા કાપવાના મજૂરી કામેગયો હતો. સવારના ૧૦.૩૦ વાગ્યા ના સમય આસપાસ કામગીરી દરમ્યાન ઝાડ ઉપરથી સમતુલન ગુમાવતા તે જમીન ઉપર પછડાઈ ને ગંભીર ઇજા પામ્યો હતો. તેને સારવાર માટે લઈ જવાતા ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પરિવાર માં એક માત્ર પરણિત પુત્રીએ મહુવા પોલીસ ને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!