મહુવાના ભુતાળ ફળિયામાં મંદિરના પ્રસંગમાં જવાની બાબતે બોલાચાલી થતાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
સુરત, મહુવા:-મહુવા ભુતાળ ફળિયામાં રહેતા વૃદ્ધનુ પોતાના ઘરે પરિવારજનો સાથે મંદિરના પ્રસંગમાં જવા બાબતે બોલાચાલી થતા મરણજનારને ખોટુ લાગી આવતા ઘરના છતની લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ અમલસાડ અને હાલ મહુવાના ભુતાળ ફળિયામાં રહેતા 60 વર્ષીય વિજયભાઈ છગનભાઈ હળપતિનુ પોતાના પરિવારજનો સાથે અમલસાડ મંદિરના પ્રસંગમાં જવા બાબતે તા-6/12/2025ના રોજ બોલાચાલી થઈ હતી.જે બાબતનુ વિજયભાઈ હળપતિને ખોટુ લાગી આવતા ઘરના છતની લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે મૃતકના પુત્રએ મહુવા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




