Traffic Tail

સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ સામે પ્રતિકાત્મક કાર્યવાહી અંગેની સફળ મોક ડ્રીલ યોજાઈ:

SHARE:

સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ સામે પ્રતિકાત્મક કાર્યવાહી અંગેની સફળ મોક ડ્રીલ યોજાઈ:

સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ સામે વિવિધ વિભાગો દ્વારા સંયુકતરીતે કાર્યવાહીની મોક ડ્રીલ યોજાઈ હતી. અંદાજીત ૧૦ કલાક ચાલેલી મોકડ્રીલમાં વેન્ચુરા હેંગર, ATC ટાવર અને ટર્મિનલ બિલ્ડીંગ સહિતના મુખ્ય સ્થળો પર ૧૧ હથિયારબંધ આતંકવાદીઓ દ્વારા હુમલાઓ અને ૨૦ લોકોને બંધક બનાવવાની પરિસ્થિતિનું વાસ્તવિકરણ કરવામાં આવ્યું હતું.
આ મોક ડ્રીલમાં CISF, NSG, ચેતક કમાન્ડો, SOG, સ્થાનિક પોલીસ, કસ્ટમ્સ, ફાયર સર્વિસ અને જિલ્લા વહીવટીતંત્ર સહિત વિવિધ સુરક્ષા અને નાગરિક એજન્સીઓના કુલ ૩૭૪ કર્મચારીઓએ ભાગ લીધો હતો. જેમણે આપાતકાલીન પરિસ્થિતિમાં સંકલિત અને અસરકારક પ્રતિભાવ આપવાની પોતાની ક્ષમતા દર્શાવી હતી. કવાયત સમાપ્ત થયા બાદ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા એક વિસ્તૃત ડિબ્રીફિંગ સત્ર યોજવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષા સંકલન, આપત્તિ વ્યવસ્થાપન અને આતંકવાદ-વિરોધી પ્રતિભાવને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.
આ સમગ્ર અભ્યાસ દરમિયાન વરિષ્ઠ અધિકારીઓશ્રી સુદીપ્ત દાસ(IPS, DIG, NSG), સુશ્રી શૈફાલી બરવાલ(IPS, DCP), IPS, DCP, સુરત પોલીસ અને CISF સુરત એરપોર્ટના શ્રી કુમાર અભિષેક(કમાન્ડન્ટ/CASO) હાજર રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!