Traffic Tail

ખરવાણ ગામે પ્રધાનમંત્રી આવાસ ના સહાય રકમ ટેકનિકલ ખામીને કારણે સરખા નામ ધરાવતા અન્ય લાભાર્થીના ખાતામાં જમા થતા રિકવરી હુકમ

SHARE:

ખરવાણ ગામે પ્રધાનમંત્રી આવાસ ના સહાય રકમ ટેકનિકલ ખામીને કારણે સરખા નામ ધરાવતા અન્ય લાભાર્થીના ખાતામાં જમા થતા રિકવરી હુકમ

 

મહુવા તાલુકાના ખરવાણ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બે સરખા નામના લાભાર્થી હોવાથી ટેકનિકલ ખામીને લીધે આવાસ નો પ્રથમ હપ્તો મંજૂર થયેલ આવાસના લાભાર્થીના જગ્યાએ અન્ય ના ખાતામાં જતાં રહેતા રિકવરી કરવાનો હુકમ ટીડીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના ખરવાણ ગામે રહેતા મહેશભાઈ લલ્લુભાઈ ગોવિંદભાઈ પટેલ નું સરવેમાં નોંધણી થયેલ ઓનલાઇન રજીસ્ટ્રેશન ની પ્રક્રિયામાં ખરવાણ ગામના અન્ય વ્યક્તિ મહેશભાઈ લલ્લુભાઈ પટેલ નું ફોર્મ ગ્રામ પંચાયત કક્ષાએ થી રજૂ કરવામા આવેલ અને ત્યારે મહેશભાઈ લલ્લુભાઈ ગોવિંદભાઈ પટેલ દ્વારા પ્રધામંત્રીશ્રી આવાસ યોજના ના સધનીક પુરાવા રજૂ કર્યા નહતા ત્યારે ટેકનિકલ ખામીને પરિણામે સરખા જ નામ ધરાવતી વ્યક્તિના ખાતામાં પ્રથમ હપ્તાના સહાયના રૂપિયા જમાં થઈ ગયા હતા ત્યારે તાલુકા વિકાસ અધિકારી મહુવા દ્વારા આ રૂપિયા રિકવર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!