Traffic Tail

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં કુલ સાત લાખથી વધારે સ્માર્ટ મીટર સ્થાપિત કર્યા

SHARE:

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં કુલ સાત લાખથી વધારે સ્માર્ટ મીટર સ્થાપિત કર્યા

ભારત સરકારના ઊર્જા મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ગુજરાતમાં શરૂ થયેલા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની ચારેય ડિસ્કોમમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. જેના ભાગરૂપે  *દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કુલ ૭.૨૭ લાખ સ્માર્ટ મીટર* લગાડવામાં આવ્યા છે. તેમજ સમગ્ર ગુજરાતમાં કુલ 28.76 લાખ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવવાની ધારણા એ તદ્દન ખોટી છે. ઉપરાંત, ગ્રાહકોના વિશ્વાસને મજબૂત બનાવવા માટે, જો કોઈ ગ્રાહક ઇચ્છે તો સ્માર્ટ મીટર સાથે *ચેક (જૂનું સ્ટેટિક)* મીટર પણ લગાડવાની સુવિધા ઉપલબ્ધ છે, જેથી બંને મીટરોમાં દર્શાવેલ વીજ વપરાશની તુલના ગ્રાહક પોતે કરી શકે છે.
સુરતના ઘણા વિસ્તારોમાં સ્માર્ટ મીટરની સાથે ગ્રાહકોના સ્થાપન પર ચેક મીટર તરીકે જૂનું સ્ટેટિક મીટર વીજ વપરાશના યુનિટની નોંધણી-સરખામણી માટે લગાવવામાં આવેલ છે. જેમાં સ્માર્ટ મીટર તેમજ ચેક મીટરમાં વીજ વપરાશના યુનિટમાં તફાવત જોવા મળેલ નથી.
દેશભરના અન્ય રાજ્યોમાં પણ સ્માર્ટ મીટર સ્થાપન કાર્ય તેજ ગતિએ શરૂ થઈ ગયું છે. જેમાં પંજાબમાં 18 લાખ, મહારાષ્ટ્રમાં 75 લાખ, ઉત્તર પ્રદેશમાં 55 લાખ, આસામમાં 45 લાખ, છત્તીસગઢમાં 30 લાખ, મધ્ય પ્રદેશમાં 28 લાખ તેમજ અન્ય રાજ્યોમાં પણ વિશાળ પ્રમાણમાં સ્માર્ટ મીટર લગાડવાનું કાર્ય ચાલુ છે.
આથી, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના તમામ માનવંતા વીજ ગ્રાહકોને વિનંતી કે સ્માર્ટ મીટર સંબંધિત કોઈપણ પ્રમાણિત માહિતી મેળવવા માટે નજીકની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી શકાય છે. ઉપરાંત, 24×7 ગ્રાહક સુવિધા કેન્દ્રમાં ફોન દ્વારા પણ માહિતી મેળવી શકાય છે. *સંપર્ક નંબર — 19123 તથા 1800 233 3003.*
વીજ ગ્રાહકોએ કોઈપણ ભ્રમજનક અથવા ગેરમાર્ગે દોરી શકે તેવી વાતો/ માહિતી પર વિશ્વાસ ન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!