Traffic Tail

જંગલમાં10 કિમી પીછો કરીને ગૌરક્ષકોએ ખાટકીઓની કાર ઠોકી 2 ને દબોચી લેવાયા

SHARE:

જંગલમાં10 કિમી પીછો કરીને ગૌરક્ષકોએ ખાટકીઓની કાર ઠોકી 2 ને દબોચી લેવાયા

 

મહુવા તાલુકાના ઓંડચ ગામે ઝાડી જંગલ વિસ્તાર માં ગૌવંશ ની કતલ થતી હોવાની બાતમી સાથે ગૌરક્ષકો ની ટીમે સ્થાનિક પોલીસ ને સાથે રાખી તપાસ કરતા ગાયોની કતલ કરતા બે કસાઈને ઝડપી પાડ્યા હતા.જ્યારે ત્રણ કસાઈઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.ગૌરક્ષકો ની સજાગતા ના કારણે કતલ માટે લવાયેલી અન્ય એક ગાય અને બે વાછરડા બચાવી લેવાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ગૌરક્ષક સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે મહુવા તાલુકાના ઓંડચ અને આમચક ગામની હદમાં આવેલ ઝાડી જંગલ વિસ્તાર માં ગૌવંશ ની કતલ કરાઈ રહી છે.જે બાતમી આધારે ગૌરક્ષકો અને મહુવા પોલીસને સાથે રાખી તપાસ કરતા દૂર થી પોલીસ વાહન આવતું જોઈ કસાઈઓ ઘટના સ્થળે થી ભાગ્યા હતા.સ્થળ ઉપર તપાસ કરતા બે ગાયો કપાયેલ હાલતમાં અને અન્ય એક ગાય અને બે વાછરડા જીવીત હાલતમાં મળી આવ્યા હતા.પોલીસને સ્થળ ઉપર થી ગાયો અને વાછરડા ને મુકી જનાર એક છોટા હાથી ટેમ્પો (GJ-19-T-5513) પણ મળી આવ્યો હતો.ગૌરક્ષકોએ જીવના જોખમે પીછો કરી બે કસાઈઓ ને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમ્યાન બંનેએ પોતાના નામ રઈશ તથા રિઝવાન હોવાનું જણાવ્યુ હતુ.વધુ પૂછપરછ દરમ્યાન કતલ માટે ગાયો નવસારી ના આલીપોર ગામના મુસા નામના વ્યક્તિ દ્વારા પૂરી પડાઈ હોવાનુ જણાવ્યુ હતુ. જે ઘટના સ્થળે થી ભાગી છૂટવામાં સફળ થયો હતો.પોલીસે ઘટના સ્થળે થી પકડાયેલ બે કસાઈને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ફરાર ત્રણ કસાઈને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

બોક્સ :—————

ગૌરક્ષકો બાતમી આધારે ગાયો જે સ્થળે કપાતી હતી તે સ્થળે સમયસર પોન્હચી જતા કસાઈઓ પોતાની સ્વીફ્ટ કાર લઈ ઘટના સ્થળે થી ભાગ્યા હતા.ગૌરક્ષકોએ આ કારનો અંદાજીત 10 કિમિ જેટલો પીછો કરી તેમને પકડી પાડ્યા હતા.અને ત્યારબાદ તેમને સારો એવો મેથીપાક આપી ઘટના સ્થળે લાવ્યા હતા.ઘટના સ્થળે બે ગાયોને કપાયેલ જોઈ ગૌરક્ષકોમા ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

બોક્સ :——————

ગૌરક્ષકોની મદદથી મહુવા પોલીસે કસાઈ રઈશ સફી શેખ (રહે બારડોલી, તલાવડી)અને રિઝવાન યુસુફ દિવાન (રહે-સરૈયા,તળ ફળિયુ,તા-ચીખલી)ની ઘટના સ્થળે થી ધરપકડ કરી હતી.જ્યારે ફરાર મુસા,ઈમરાન (બંને રહે-આલીપોર,પાદર ફળિયુ,તા-ચીખલી) અને આમચકના અમરતાકાકા ને વોન્ટેડ જાહેર કર્યા હતા.ગૌરક્ષકો અને સ્થાનિકોએ તમામ કસાઈઓનો જાહેરમાં વરઘોડો કાઢી તેમને કડકમા કડક સજા આપવાની માંગ કરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!